ડેવિડ વૉર્નર સામે કઈ રીતે બોલિંગ કરવી એ રબાડા અને નૉર્કિયા જાણતા હતા : પીટરસન

24 September, 2021 03:42 PM IST  |  Mumbai | Agency

રબાડાએ તેને ૪થી ૫ વખત આઉટ કર્યો હતો. વૉર્નર કદાચ વિચારતો હશે કે રબાડા અને નૉર્કિયા નહીં, પંજાબ અને રાજસ્થાન કોઈ પણ ચાલશે.

ડેવિડ વૉર્નર સામે કઈ રીતે બોલિંગ કરવી એ રબાડા અને નૉર્કિયા જાણતા હતા : પીટરસન

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન કેવિન પીટરસને કહ્યું કે ડેવિડ વૉર્નર ઝીરો પર આઉટ થયા બાદ દિલ્હીએ સહેલાઈથી હૈદરાબાદને ૮ વિકેટે હરાવ્યું હતું, કારણ કે વૉર્નર ફાસ્ટ બોલર ઍન્રિક નૉર્કિયા અને કૅગિસો રબાડા સામે બૅટિંગ કરવામાં મુશ્કેલીમાં મુકાયો હતો. આ બન્ને ખેલાડીઓને ખબર હતી કે વૉર્નર સામે કઈ રીતે બોલિંગ કરવાની છે. રબાડાએ તેને ૪થી ૫ વખત આઉટ કર્યો હતો. વૉર્નર કદાચ વિચારતો હશે કે રબાડા અને નૉર્કિયા નહીં, પંજાબ અને રાજસ્થાન કોઈ પણ ચાલશે. તેમની સામે હું રસ્તો કાઢી લઈશ.’ બુધવારે રમાયેલી હૈદરાબાદ સામેની મૅચમાં રબાડાએ ૩૭ રનમાં ત્રણ વિકેટ અને નૉર્કિયાએ ૧૨ રન આપીને બે વિકેટ લીધી હતી. 

sports news sports cricket news