મેલબર્ન જીત બાદ પતિ અશ્વિન સાથે વાત કર્યા બાદ પત્નીએ કહ્યું...

31 December, 2020 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેલબર્ન જીત બાદ પતિ અશ્વિન સાથે વાત કર્યા બાદ પત્નીએ કહ્યું...

અશ્વિન પત્ની પ્રીતિ સાથે

‍મંગળવારે ભારતે મેલબર્નમાં મેળવેલી કમાલની જીતમાં ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનની પણ મહત્ત્વની ભૂમિકા હતી. મૅચ બાદ તેની પત્ની પ્રીતિએ તેને અભિનંદન આપવા ફોન કર્યો હતો અને પછી તેની ફીલિંગ સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. પ્રીતિએ અશ્વિને જ શૅર કરેલા એક ફોટોને રિટ્વીટ કરી લખ્યું હતું કે ‘મેં અશ્વિનને તેણે રમેલી દરેક મૅચ કે ઘણી બધી જીત બાદ જોયો છે કે તેની સાથે વાત કરી છે, પણ મેં તેને આટલો બધો ખુશ કે સંતુષ્ટ નથી જોયો અને છેલ્લા લગભગ દસેક વર્ષમાં તેની આખોમાં આટલી ચમક મેં ક્યારેય નથી જોઈ.’

પ્રીતિનું આ ટ્વીટ બતાવે છે ભારતીય ટીમ પહેલી ટેસ્ટની હાર બાદ કમબૅક કરતાં મેલબર્નમાં મળેલી જીત બાદ કેટલી ખુશ છે.

sports sports news cricket news ravichandran ashwin