વિરાટ કોહલી અને ડેવિડ વૉર્નરની બરોબરી કરી ક્વિન્ટન ડી કૉકે

03 September, 2026 11:54 AM IST  |  Havana | Gujarati Mid-day Correspondent

કૅરિબિયન પ્રીમિયર લીગમાં મંગળવારે ૧૦૬ રનની ઇનિંગ્સ સાથે T20 ક્રિકેટમાં ૧૦ કે વધુ સેન્ચુરીવાળી ક્લબમાં થયો સામેલ

વિરાટ કોહલી અને ડેવિડ વૉર્નર

હાલ ચાલી રહેલી કૅરિબિયન પ્રીમિયર લીગમાં મંગળવારે રાત્રે બાર્બાડોસ ટ્રાઇડન્ટ વતી રમતાં સાઉથ આફ્રિકન વિકેટકીપર-બૅટર ક્વિન્ટન ડી કૉકે સેન્ચુરી ફટકારીને T20 ક્રિકેટમાં ૧૦ કે એથી વધુ સેન્ચુરી ફટકારનારા બૅટરોની ક્લબમાં સામેલ થઈ ગયો હતો. T20 ક્રિકેટમાં આ તેની દસમી સેન્ચુરી હતી અને એ સાથે આ ફૉર્મેટમાં સૌથી વધુ સેન્ચુરી મામલે વિરાટ કોહલી અને ડેવિડ વૉર્નરની બરોબરી કરીને સંયુક્ત રીતે તે સયુંક્તરીતે તે ત્રીજા ક્રમાંકે પહોંચી ગયો છે. 
વેસ્ટ ઇન્ડીઝનો લેજન્ડ ક્રિસ ગેઇલ હાઇએસ્ટ ૨૨ સેન્ચુરી સાથે ટૉપમાં છે તો પાકિસ્તાનનો બાબર આઝમ ૧૩ સેન્ચુરી સાથે બીજા ક્રમાંકે છે.

t20 cricket news caribbean virat kohli david warner sports news sports