પંજાબની સદી સૌથી ઝડપી : બ્રેબર્નમાં બે બ્રિટિશરોએ બૅન્ગલોરનું બૅન્ડ બજાવ્યું

14 May, 2022 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરના જૉશ હેઝલવુડ (૪-૦-૬૪-૦) આ સીઝનનો સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. જોકે બૅન્ગલોરના સૌથી સફળ બોલર હર્ષલ પટેલે ૩૪ રનમાં ૪ અને હસરંગાએ ૧૫ રનમાં બે વિકેટ લીધી હતી.

કિંગ કોહલી હતાશ : બૅન્ગલોરનો વિરાટ ગઈ કાલે ફક્ત ૨૦ રન બનાવીને આઉટ થયા પછી એકદમ નિરાશ હતો. તેણે પાછા આવતી વખતે આકાશ તરફ જોઈને જાણે ઈશ્વર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. બીસીસીઆઇ/આઇપીએલ

બ્રેબર્ન સ્ટેડિયમમાં ગઈ કાલે બૅન્ગલોર સામેની મહત્ત્વની મૅચમાં પંજાબે ધમાકેદાર બૅટિંગથી સ્ટેડિયમ ગજાવ્યું હતું. પંજાબે આ સીઝનના સૌથી ઝડપી ૧૦૦ રન નોંધાવ્યા હતા. ટીમના પહેલા ૫૦ રન ચાર ઓવર પૂરી થતાં પહેલાં બની ગયા હતા અને ૧૦૦ રન ૧૦ ઓવરની પહેલાં જ બની ગયા હતા. પંજાબે પહેલાં બૅટિંગ મળ્યા પછી ૯ વિકેટે જે ૨૦૯ રન બનાવ્યા એમાં જૉની બેરસ્ટૉ (૬૬ રન, ૨૯ બૉલ, સાત સિક્સર, ચાર ફોર) તથા તેના જ દેશ ઇંગ્લૅન્ડના લિઆમ લિવિંગસ્ટન (૭૦ રન, ૪૨ બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)નાં સૌથી મોટાં યોગદાન હતાં. શિખર ધવને ૨૧ રન બનાવ્યા હતા. બૅન્ગલોરના જૉશ હેઝલવુડ (૪-૦-૬૪-૦) આ સીઝનનો સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. જોકે બૅન્ગલોરના સૌથી સફળ બોલર હર્ષલ પટેલે ૩૪ રનમાં ૪ અને હસરંગાએ ૧૫ રનમાં બે વિકેટ લીધી હતી.

cricket news sports news sports