પ્રિયાંક પંચાલની ૧૦૦મી મૅચ : સાઉથ આફ્રિકામાં ગુજરાતનું ગૌરવ

01 December, 2021 06:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાત રણજી ટીમનું પણ સુકાન સંભાળનાર પંચાલની આ ૧૦૦મી ફર્સ્ટ-ક્લાસ મૅચ છે. મલાને ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી.

પ્રિયાંક પંચાલની ૧૦૦મી મૅચ : સાઉથ આફ્રિકામાં ગુજરાતનું ગૌરવ

ગઈ કાલે બ્લૉમફોન્ટેઇનમાં બીજી બિનસત્તાવાર ટેસ્ટ પહેલાં ટૉસ વખતે સાઉથ આફ્રિકા ‘એ’ના કૅપ્ટન પીટર મલાન અને આઇસીસી મૅચ-રેફરી સાથે ઇન્ડિયા ‘એ’નો કૅપ્ટન પ્રિયાંક પંચાલ. ગુજરાત રણજી ટીમનું પણ સુકાન સંભાળનાર પંચાલની આ ૧૦૦મી ફર્સ્ટ-ક્લાસ મૅચ છે. મલાને ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી.

અમદાવાદમાં જન્મેલો ૩૧ વર્ષનો પ્રિયાંક પંચાલ રાઇટ-હૅન્ડ બૅટર છે. તેણે ૯૯ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ૨૪ સદીની મદદથી કુલ ૬૯૮૭ રન બનાવ્યા છે. અણનમ ૩૧૪ રન તેનો હાઇએસ્ટ સ્કોર છે.
ગઈ કાલે ઇન્ડિયા ‘એ’ સાથેની બીજી બિનસત્તાવાર ટેસ્ટમાં પહેલા દિવસે સાઉથ આફ્રિકા ‘એ’ ટીમે ૧૭૦ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી જેમાંથી નવદીપ સૈની તથા ઈશાન પોરેલે સૌથી વધુ બે-બે વિકેટ લીધી હતી. આ ભારતીય ટીમમાં પૃથ્વી શૉ, હનુમા વિહારી, બાબા અપરાજિત તેમ જ વિકેટકીપર ઈશાન કિશન, નવદીપ સૈની તથા સરફરાઝ ખાન પણ છે. ગઈ કાલે ગુજરાતની ટીમના અર્ઝાન નાગવાસવાલા, સૌરભ કુમાર અને બાબા અપરાજિતને એક-એક વિકેટ મળી હતી. ગઈ કાલની પ્રથમ દિવસની રમતને અંતે યજમાન ટીમનો સ્કોર ૭ વિકેટે ૨૩૩ રન હતો. પ્રથમ ટેસ્ટ ડ્રૉમાં પરિણમી હતી.

sports news sports