પૃથ્વી શો ડોપ ટેસ્ટમાં ફસાયો, BCCI એ 8 મહિના માટે કર્યો સસ્પેન્ડ

30 July, 2019 09:27 PM IST  |  Mumbai

પૃથ્વી શો ડોપ ટેસ્ટમાં ફસાયો, BCCI એ 8 મહિના માટે કર્યો સસ્પેન્ડ

પૃથ્વી શો

Mumbai : ભારતીય ક્રિકેટ ટીમના યુવા અને ઉભરતો ક્રિકેટર પૃથ્વી શો ડોપ ટેસ્ટમાં નિષ્ફળ થઇ ગયો છે. જે કારણથી પૃથ્વી શો પર 15 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મુકી દીધો છે. ડોપ ટેસ્ટના નિયમનો ભંગ કરવા બદલ મુંબઇ ક્રિકેટ એસોસિએશને તેના વિરૂદ્ધ પગલા લીધા છે. ઉલ્લેખનીય છે કે પૃથ્વી શો ઇજાગ્રસ્ત હોવાના કારણે તેને વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે પસંદગી કરવામાં આવી ન હતી.



અજાણતા પૃથ્વી શોએ પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું
મળી રહેલી માહિતી પ્રમાણે પૃથ્વી શોએ અજાણતા એક પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું, જે સામાન્ય રીતે કફ સિરપમાં જોવા મળે છે. ANI એ બીસીસીઆઈના હવાલાથી જણાવ્યું, 'મુંબઈ ક્રિકેટ એસોસિએશને ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા પર પૃથ્વી શોનું રજીસ્ટ્રેશન 8 મહિના માટે સસ્પેન્ડ કરી દીધું છે. શોએ અજાણતામાં એક પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું હતું, જે સામાન્ય રીતે કફ સિરપમાં જોવા મળે છે.'



પૃથ્વી શોએ પોતાના પર લાગેલા આરોપનો સ્વિકાર કર્યો છે
બીસીસીઆઈ ADRની કલમ 10.10.3 પ્રમાણે પૃથ્વી શોએ પોતાની ઉપર લાગેલા આરોપોનો સ્વિકાર કરી લીધો છે. જેથી તેની ઉપર કલમ 10.10.2 પ્રમાણે ડેટ પ્રતિબંધ લગાવ્યો છે. હિપ ઇંજરીમાંથી પાછા ફરી રહેલા પૃથ્વી શો ને 8 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પ્રતિબંધનો ગાળો 16 માર્ચ 2019થી 15 નવેમ્બર 2019 સુધી રહેશે.


આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

પૃથ્વી સીવાય રાજસ્થાનના આ ક્રિકેટરનો પણ સસ્પેન્ડ કર્યા
પૃથ્વી શો સિવાય રાજસ્થાન તરફથી સ્થાનિક ક્રિકેટ રમતા રાજસ્થાનના દિવ્યા ગજરાજ અને વિદર્ભ તરફથી રમનાર અક્ષર ડુલ્લરવાર ઉપર પણ 8 મહીનાનો પ્રતિબંધ લગાવ્યો છે.

cricket news prithvi shaw board of control for cricket in india mumbai cricket association