ઈ-પાસ વગર ગોવા જઈ રહેલા પૃથ્વી શૉને પોલીસે રોક્યો

15 May, 2021 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બહુ વિનંતી કર્યા છતાં ન માનતાં આખરે ફોનથી જ ઑનલાઇન અપ્લાય કરી અને કલાક બાદ પરમશિન મળી

પૃથ્વી શૉ

આઇપીએલ અટકી પડતાં અને ઇંગ્લૅન્ડની સિરીઝ માટે અવગણના થતાં પૃથ્વી શૉ સાવ ફ્રી થઈ ગયો છે. સાથે અમુક મિત્રો સાથે તેણે ગોવા જવાનો પ્લાન બનાવ્યો હતો. લૉકડાઉનને લીધે શહેરની બહાર જવા કે શહેરમાં ફરવા માટે દરેકે ઈ-પાસ કઢાવવો જરૂરી છે, પણ પૃથ્વીને ગોવા પહોંચવાની ઉતાવળમાં તે ભૂલી ગયો અને પોલીસે તેમને રોકવા પડ્યા હતા. આંબોલીમાં પોલીસે રોકીને ઈ-પાસ માગ્યો હતો, પણ તેની પાસે ન હોવાથી તેને અટકાવ્યો હતો. ખૂબ કાલાવાલા કર્યા છતાં પોલીસ માની નહોતી અને આખરે પૃથ્વીએ તેના ફોનથી જ ઈ-પાસ માટે ઑલાઇન અપ્લાય કરરી હતી અને એકાદ કલાદ બાદ તેને ક્લિયરન્સ મળી જતાં તે ગોવા જઈ શક્યો હતો. 

prithvi shaw cricket news sports news sports goa