સિંપલ કેચ છોડતા કોહલીને આવ્યો પૃથ્વી શો પર ગુસ્સો

18 December, 2020 06:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સિંપલ કેચ છોડતા કોહલીને આવ્યો પૃથ્વી શો પર ગુસ્સો

ફાઈલ ફોટો

ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન 23મી ઓવરમાં જસપ્રીત બુમરાહ બોલિંગ કરી રહ્યો હતો. સ્ટ્રાઈક ઉપર માર્નસ લાબુશેન હતો. બુમરાહના શોર્ટ પીચ બોલને ફટકારતી વખતે દડો સીધો પૃથ્વી શો પાસે પહોંચ્યો હતો જ્યારે પૃથ્વી શો આ આસાન કેચ પકડી શક્યો નહોતો.

પહેલા તે શૂન્ય રને આઉટ થયો, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન તેણે કાંગારૂ બેટ્સમેન માર્નસ લાબુશેનનો આસાન કેચ ડ્રોપ કરી દીધો.

માર્નસ લાબુશેન તે સમયે 21 રન ઉપર બેટિંગ કરી રહ્યો હતો. લાબુશેનનો કેચ છોડવો ટીમ ઇન્ડિયાને મોંઘો પડી ગયો અને લાબુશેને 47 રન ફટકાર્યા. જો કે તે સિવાયના ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનને ભારતીય બોલરોએ કાબૂમાં રાખ્યા હતા.

પરંતુ પૃથ્વી શોની આ ભૂલને કારણે કેપ્ટન કોહલી ખૂબ ગુસ્સે હતો. જેવો પૃથ્વી શોએ માર્નસ લાબુશેનનો કેચ છોડ્યો તે સાથે જ કોહલી ખૂબ ગુસ્સે થયેલો જણાયો. તેણે કડકાઈથી પૃથ્વી શોને કાંઈક સૂચના પણ આપી.

નોંધનીય છે કે આ પહેલા જસપ્રીત બુમરાહે મહોમ્મદ શમીની બોલિંગ દરમિયાન લાબુશેનનો કેચ પડતો મુક્યો હતો. લાબુશેન તે સમયે 12 રન ઉપર બેટિંગ કરી રહ્યો હતો.

virat kohli prithvi shaw cricket news