મોદીએ શૅર કર્યો સ્ટેડિયમનો ઍરિયલ ફોટો

15 February, 2021 01:15 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

મોદીએ શૅર કર્યો સ્ટેડિયમનો ઍરિયલ ફોટો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે તામિલનાડુના પ્રવાસે હતા એ દરમ્યાન તેમણે ચેપોક સ્ટેડિયમમાં ચાલી રહેલી ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચના બીજા દિવસની મૅચ ફ્લાઇટમાં બેઠાં-બેઠાં જોવાની તક ઝડપી લીધી હતી. મોદીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર સ્ટેડિયમમાં ચાલી રહેલી મૅચનો ફોટો અપલોડ કર્યો હતો, જેમાં ક્રિકેટ રમી રહેલા પ્લેયર્સ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. ફોટો સાથે મોદીએ કૅપ્શન આપી હતી, ‘ચેન્નઈમાં ચાલી રહેલી રોમાંચક ટેસ્ટ મૅચ વિમાનમાંથી જોવાની તક મળી.’

sports sports news chennai