ખાલી સ્ટેડિયમમાં રમવું ઇમોશનલી ઘણું અઘરું છે : કોહલી

09 May, 2020 02:19 PM IST  |  Mumbai Desk | Agencies

ખાલી સ્ટેડિયમમાં રમવું ઇમોશનલી ઘણું અઘરું છે : કોહલી

વિરાટ કોહલી (ફાઇલ ફોટો)

ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે ખાલી સ્ટેડિયમમાં મૅચ રમી શકાય છે, પણ એ ઇમોશનલી ઘણું અઘરું છે. આ વિશે વધુ વાત કરતાં કોહલીએ કહ્યું કે ‘ખાલી સ્ટેડિયમમાં રમવાની સંભાવના છે અને એ કદાચ થઈ પણ શકે છે. મને નથી ખબર કે બધા એને માટે શું વિચારે છે, કારણ કે અમને ક્રિકેટપ્રેમીઓ અને દર્શકો વચ્ચે રમવાની આદત છે. એ ગેમ ઘણી સારી ઇન્ટેન્સિટી સાથે રમાય છે, પણ મેદાનમાં જે ક્રાઉડ આવ્યું હોય છે એ પ્લેયર અને તેમની વચ્ચે એક કનેક્શન બનાવે છે. તેઓ એક ટેન્શનના માહોલમાં મદદ પણ કરે છે. એવું વાતાવરણ ઊભું કરવું ખરેખર અઘરું છે. હજી વાતચીત ચાલી રહી છે, પણ મને લાગે છે કે એ જાદુ અંદરથી મહેસૂસ કરવો પડશે. ક્રિકેટ જે પ્રમાણે રમાય છે અમે એ પ્રમાણે રમીશું, પણ ખાલી સ્ટેડિયમમાં રમવું ઇમોશનલી ઘણું અઘરું છે.’

sports sports news cricket news virat kohli