ભારત-પાકિસ્તાનની મૅચ પ્લેયરને હીરો-વિલન બન્ને બનાવી શકે છે: નસીમ શાહ

02 June, 2020 01:17 PM IST  |  Lahore | Agencies

ભારત-પાકિસ્તાનની મૅચ પ્લેયરને હીરો-વિલન બન્ને બનાવી શકે છે: નસીમ શાહ

નસીમ શાહ

પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહનું માનવું છે કે ભારત-પાકિસ્તાન મૅચમાં પ્લેયર હીરો અને વિલન બન્ને બની શકે છે. જોકે તેને ભારત સામે મૅચ રમાવાની પણ ઘણી ઉત્સુકતા છે. આ બે દેશો ફક્ત આઇસીસીની ટુર્નામેન્ટમાં જ સામસામે રમે છે. નસીમનું કહેવું છે કે ‘ભારત અને પાકિસ્તાનની મૅચ હંમેશાં સ્પેશ્યલ રહે છે અને મને પહેલાંથી જ કહી દેવામાં આવ્યું છે કે આ મૅચમાં બન્ને ટીમના પ્લેયર હીરો અને વિલન બન્ને બની શકે છે. આ મૅચ ઘણી સ્પેશ્યલ હોય છે કેમ કે આ મૅચ ક્યારેક જ રમાતી હોય છે. જ્યારે પણ મને તક મળશે ત્યારે હું ભારતની સામે રમવા માગીશ. આશા રાખું કે જ્યારે મને તક મળશે ત્યારે હું સારું પર્ફોર્મ કરીશ અને મારા ચાહકોને નિરાશ નહીં કરું. વિરાટ કોહલીની જ્યાં સુધી વાત છે તો હું તેનું સન્માન કરું છું, પણ હું તેનાથી ડરતો નથી. સારા પ્લેયરને બોલિંગ કરવી હંમેશાં ચૅલેન્જ રહે છે, પણ એને માટે તમારે તમારી ગેમ સુધારવી પડે. જ્યારે પણ તક મળશે હું વિરાટ કોહલી અને ભારત સામે રમીશ.’

ટેસ્ટ ક્રિકેટમાં હૅટટ્રિક લેનારો એ સૌથી નાની ઉંમરનો પ્લેયર છે અને પોતાના એ પરાક્રમથી તે દુનિયાની નજરમાં આવ્યો હતો. પાકિસ્તાન જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ઇંગ્લૅન્ડ સાથે ટેસ્ટ સિરીઝ રમશે.

india pakistan cricket news sports news