કૅન્સલ થયેલા એશિયન કપ વિશે પીસીબી અજાણ

10 July, 2020 11:38 PM IST  |  Mumbai Desk | Agencies

કૅન્સલ થયેલા એશિયન કપ વિશે પીસીબી અજાણ

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ જ્યારે કહ્યું કે એશિયા કપ ૨૦૨૦ રદ કરવામાં આવ્યો છે ત્યારે પાકિસ્તાનનું કહેવું છે કે અમે આના વિશે એશિયન ક્રિકેટ કાઉન્સિલ પાસેથી કોઈ સમાચાર સાંભળ્યા નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું કે ‘પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એશિયા કપ ટી૨૦ મોકૂફ કર્યાના સંદર્ભમાં એસીસી પાસેથી કોઈ સમાચાર પમળ્યા નથી.’
સામા પક્ષે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ અહેસાન મણિનું કહેવું છે કે ‘અમે એશિયા કપના સંદર્ભમાં હજી પણ એશિયન ક્રિકેટ કાઉન્સિલના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. તેઓ કેટલીક વસ્તુઓની ઇન્ક્વાયરી કરી રહ્યા છે. હોઈ શકે જે વાત સૌરવ ગાંગુલીને ખબર હોય એ મને ખબર ન પણ હોય છતાં અમને એશિયન ક્રિકેટ કાઉન્સિલ પાસેથી કોઈ પણ માહિતી પ્રાપ્ત થઈ નથી.’
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ગાંગુલીએ કહ્યું હતું કે એશિયા કપ રદ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર પાકિસ્તાન સુપર લીગને પણ મોકૂફ કરવાની ચર્ચા કરવામાં આવી રહી છે અને એના સ્થાને મલ્ટિનૅશનલ ઇવેન્ટ યોજવા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં ભારતીય ક્રિકેટ બોર્ડે પણ પોતાનું કૅલેન્ડર ઍડ્જસ્ટ કરવું પડી શકે છે. આ વર્ષનો એશિયા કપ સપ્ટેમ્બરમાં યુએઈમાં રમાવાનો છે.

sports sports news cricket news