પાકિસ્તાનની મહિલા ક્રિકેટરે કોચ પર મૂક્યો છેડતીનો આરોપ

19 June, 2022 03:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પીસીબીના એક અધિકારીએ કહ્યું હતું કે અમે આ મામલે તપાસ શરૂ કરી છે જેથી ખબર પડે કે નદીમે બોર્ડ સાથે નોકરીની શરતોનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મહિલા ખેલાડી સાથે છેડછાડના આરોપસર પોતાના એક રાષ્ટ્રીય સ્તરના કોચને સસ્પેન્ડ કર્યો હતો. મહિલા ક્રિકેટરે મુલતાન પ્રદેશના કોચ નદીમ ઇકબાલ પર છેડતીનો આરોપ મૂક્યો હતો. નદીમ પોતાના સમયનો જાણીતો ફાસ્ટ બોલર હતો અને એ જ ટીમ તરફથી ફર્સ્ટ ક્લાસ મૅચ રમ્યો હતો. એ વખતે ટીમમાં વકાર યુનુસ પણ રમતો હતો.

પીસીબીના એક અધિકારીએ કહ્યું હતું કે અમે આ મામલે તપાસ શરૂ કરી છે જેથી ખબર પડે કે નદીમે બોર્ડ સાથે નોકરીની શરતોનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં. તપાસ તો પોલીસ કરશે, પરંતુ અમારે નોકરીની શરતોનો ભંગ થયો છે કે નહીં એ જાણવું છે. ૫૦ વર્ષનો નદીમ ૮૦ ફર્સ્ટ ક્લાસ મૅચ રમ્યો છે. મહિલાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો હતો કે કેટલાંક વર્ષ પહેલાં હું મુલતાનમાં મહિલાઓની ટ્રાયલ માટે ગઈ હતી ત્યારે તેણે મને મહિલા ટીમમાં પસંદગી અને બોર્ડમાં નોકરીની લાલચ આપીને મારું યૌન શોષણ કર્યું હતું, જેમાં તેના કેટલાક મિત્રો પણ સામેલ હતા. તેણે મારો વિડિયો બનાવ્યો હતો અને પછીથી મને બ્લૅકમેઇલ કરતો હતો.

sports sports news cricket news pakistan