પાક. ક્રિકેટર શાદાબ શ્રીલંકા સીરિઝની પુરી મેચ ફિ ભુકંપ પ્રભાવિતોને આપશે

25 September, 2019 07:45 PM IST  |  Karachi

પાક. ક્રિકેટર શાદાબ શ્રીલંકા સીરિઝની પુરી મેચ ફિ ભુકંપ પ્રભાવિતોને આપશે

શાદાબ ખાન, પાકિસ્તાની ક્રિકેટર

Karachi : થોડા દિવસ પહેલા જ મંગળવારે પાકિસ્તાનમાં 6.3 નો વિનાશકારી ભુકંપ આવ્યો હતો. જેને પગલે પાકિસ્તાનમાં મોટા પાયે નુકસાન થયું હતું. અનેક લોકોના મોત થયા હતા તો અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેને પગલે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનારી સીરિઝમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના યુવા ખેલાડી શાદાબ ખાને ભુકંપને લઇને મહત્વની જાહેરાત કરી છે.

જાણો, શાદાબ ખાને ભુકંપ પીડીતોને લઇને શું કરી જાહેરાત
પાકિસ્તાની ક્રિકેટર શાદાબ ખાને શ્રીલંકા સામેની સીરિઝ દરમ્યાન મળનારી મેચની પુરી ફી ભુકંપ પીડિતોને આપવાની ઘોષણા કરી છે. આ જાહેરાત તેણે ટ્વીટ કરીને આપી હતી. પુર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ પણ ભુકંપથી પ્રભાવિત થયેલા લોકો માટે મદદ કરવાની અપીલ કરી છે. ઉત્તર પાકિસ્તાનમાં મંગળવારે 6.3ની તિવ્રતાનો ભુકંપ આવ્યો હતો. જેને પગલે ભારે નુકસાન થયું હતું.


શાદાબે ટ્વીટ કરીને કરી હતી જાહેરાત
પાકિસ્કાની ક્રિકેટર શાદાબ ખાને ટ્વીટ કરીને લખ્યું હતું કે, ‘હું પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનાર સીરિઝમાં મળનારી મેચની પુરી ફિ પાકિસ્તાનમાં આવેલા ભયાનક ભુકંપના પ્રભાવિતોને આપવાનો નિર્ણય કર્યો છે. આવો મારી સાથે, જરૂરીયાત મંદ ભાઇઓ અને બહેનોની બને એટલી મદદ કરવાનો પ્રયાસ કરીએ.’


પુર્વ ક્રિકેટર શાહિદ અફ્રિદીએ પણ કરી અપીલ
અફ્રિદીએ ટ્વીટ કરીને લોકોને અપીલ કરી હતી કે, ‘ભયાનક ભુકંપને કારણે દેશને મોટું નુકસાન થયું છે. હું બધાને અપિલ કરૂ છું કે બધા ખુલા દિલથી ભુકંપથી પ્રભાવિત થયેલા લોકોની મદદ કરે. તમામ ભુકંપથી પ્રભાવિત થયેલા લોકો માટે હું પ્રાર્થના કરૂ છું. અલ્લાહ બધાનું ભલું કરે.’

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે વન-ડે અને ટી20 સીરિઝ રમાશે
પાકિસ્તાનના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમ 27 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી વન-ડે અને ટી20 સીરિઝ રમશે. જ્યા તે કરાચીમાં ત્રણ વન-ડે મેચમાં પહેલી મેચ 27 સપ્ટેમ્બરના રોજ, બીજી મેચ 29 સપ્ટેમ્બરના રોજ અને 2 ઓક્ટોબરના રોજ ત્રીજી મેચ રમશે. તો ત્યાર બાદ લાહોરમાં 5, 7 અને 9 ઓક્ટોબરના રોજ ત્રણ ટી20 મેચ રમાશે.

cricket news pakistan sports news