પાકિસ્તાનની છેલ્લા બૉલે જીત : કૅપ્ટન બાબર આઝમ હીરો

03 April, 2021 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનની આ જીતનો હીરો હતો તેમનો કૅપ્ટન બાબર આઝમ. બાબર આઝમે ૧૦૪ બૉલમાં ૧૭ ફોરની મદદથી ૧૦૩ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો.

બાબર આઝમ

ત્રણ વન-ડે મૅચની સિરીઝની પહેલી મૅચમાં ગઈ કાલે પાકિસ્તાને યજમાન સાઉથ આફ્રિકાને રોમાંચક મુકાબલામાં છેલ્લા બૉલે ૩ વિકેટે પરાસ્ત કરીને સિરીઝમાં ૧-૦થી લીડ લીધી હતી. પાકિસ્તાનની આ જીતનો હીરો હતો તેમનો કૅપ્ટન બાબર આઝમ. બાબર આઝમે ૧૦૪ બૉલમાં ૧૭ ફોરની મદદથી ૧૦૩ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો. એ પહેલાં સાઉથ આફ્રિકાએ મિડલ ઓર્ડર બૅટ્સમેન રૅસી વૅન ડર ડુસૅન (Rassie van der Dussen )ની વન-ડે કરિયરની પ્રથમ સૅન્ચુરી (૧૩૪ બૉલમાં બે સિક્સર અને ૧૦ ફોરની મદદથી અણનમ ૧૨૩ રન) તેમ જ ડેવિડ મિલરની હાફ સેન્ચુરી (૫૬ બૉલમાં પાંચ ફોર સાથે ૫૦ રન)ની મદદથી ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૭૩ રન બનાવ્યા હતાં. 

sports news sports cricket news pakistan