પહેલા દિવસે વરસાદે બગાડી મજા

14 August, 2020 12:52 PM IST  |  Mumbai Desk | Agencies

પહેલા દિવસે વરસાદે બગાડી મજા

પાકિસ્તાન ઇન્ગ્લેન્ડ મેચના પહેલા દિવસે વરસાદ

પાકિસ્તાન-ઇંગ્લૅન્ડ વચ્ચે ગઈ કાલથી શરૂ થયેલી બીજી ટેસ્ટ મૅચના પહેલા દિવસે મેઘરાજા વિલન બનીને વરસ્યા હતા. પાકિસ્તાને ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો અને વરસાદ શરૂ થતાં તેમણે ૪૫.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૨૬ રન બનાવી લીધા હતા. પહેલી બે વિકેટ જેમ્સ ઍન્ડરસને લીધી હતી. પાછલી મૅચમાં પાકિસ્તાનનો હીરો રહેલો શાન મસૂદ માત્ર ૧ રન બનાવીને આઉટ થયો હતો. બીજી વિકેટ માટે આબિદ અલી અને અઝહર અલી વચ્ચે ૭૨ રનની ભાગીદારી થઈ હતી. આ પાર્ટનરશિપને તોડવાનું શ્રેય પણ જેમ્સ ઍન્ડરસનના ફાળે ગયું હતું. અઝહર અલી ૮૫ બૉલમાં ૨૦ રન કરીને આઉટ થયો હતો. વરસાદ શરૂ થયો ત્યારે આબિદ અલી ૬૦ રન કરીને સેમ કુરનનો શિકાર થયો હતો.

sports sports news cricket news england pakistan