બાબર અને હીલી બન્યાં આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ

11 May, 2021 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનની ટીમનો કૅપ્ટન બાબર આઝમ અને ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમની વિકેટકીપર એલીસા હીલીને એપ્રિલમાં તેમના શાનદાર પ્રદર્શન બદલ આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ જાહેર કરાયાં છે.

બાબર અને હીલી

પાકિસ્તાનની ટીમનો કૅપ્ટન બાબર આઝમ અને ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમની વિકેટકીપર એલીસા હીલીને એપ્રિલમાં તેમના શાનદાર પ્રદર્શન બદલ આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ જાહેર કરાયાં છે. સાઉથ આફ્રિકા સામે રમાયેલી વન-ડે અને ટી૨૦ સિરીઝમાં બાબરે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તો હીલીનો ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં ખૂબ સારો પર્ફોર્મન્સ રહ્યો હતો.

pakistan australia cricket news sports news international cricket council