ઇંગ્લૅન્ડ સામે પાકિસ્તાને વિના વિકેટે બનાવ્યા ૧૮૧ રન

03 December, 2022 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડની ટીમે ૬.૫૦ના રનરેટથી ૬૫૭ રન બનાવ્યા હતા, જે કોઈ પણ ટીમ માટે સર્વોચ્ચ રન-રેટ હતો. અગાઉનો રેકૉર્ડ ૫.૩૬નો હતી, જેમાં શ્રીલંકાએ ૫૫૫ રન બનાવ્યા હતા. 

પૅવિલિયનમાં પાછા ફરતા અબ્દુલ્લાહ શફીક અને ઇમામ-ઉલ-હક.

રાવલપિંડી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડે બનાવેલા ૬૫૭ રનના સ્કોરના જવાબમાં પાકિસ્તાનના ઓપનર ઇમામ-ઉલ-હક (નૉટઆઉટ ૯૦) અને અબદુલ્લાહ શફીક (નૉટઆઉટ ૮૯) રનની મદદથી વિના વિકેટે ૧૮૧ રન કર્યા હતા. ઇંગ્લૅન્ડ તરફથી બૅટર હૅકી બ્રુકે ૧૧૬ બૉલમાં ૧૫૩ રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડ ૬૫૭ રનમાં ઑલઆઉટ થયું હતું, પરંતુ એણે આટલા રન બહુ ઝડપથી બનાવ્યા હતા. રોડ જેવી સપાટ પિચ બનાવવા બદલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન રમીઝ રાજાને ઘણી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ઇંગ્લૅન્ડની ટીમે ૬.૫૦ના રનરેટથી ૬૫૭ રન બનાવ્યા હતા, જે કોઈ પણ ટીમ માટે સર્વોચ્ચ રન-રેટ હતો. અગાઉનો રેકૉર્ડ ૫.૩૬નો હતી, જેમાં શ્રીલંકાએ ૫૫૫ રન બનાવ્યા હતા. 

cricket news sports news sports