શ્રીલંકાના ખેલાડીઓએ પાક. આવતા રોકી રહ્યું છે ભારત: પાક.ના મંત્રીનો બફાટ

10 September, 2019 07:31 PM IST  |  Mumbai

શ્રીલંકાના ખેલાડીઓએ પાક. આવતા રોકી રહ્યું છે ભારત: પાક.ના મંત્રીનો બફાટ

Mumbai : ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ માટે તકલીફો સામે આવી છે. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનાર સીરિઝને લઇને સંકટના વાદળો આવી ગયા છે. મળી રહેલી માહિતી પ્રમાણે શ્રીલંકાના 10 ખેલાડીઓએ પાકિસ્તાનના પ્રવાસે જવાની ના પાડી દીધી છે. આ નિર્ણયથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર સંકટ ઉભું થઇ ગયું છે. જેને પગલે પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન ફવાદ ચૌધરી (Fawad Chaudhry) એ વિવાદીત નિવેદન આપતા ભારત પર નિશાન સાધ્યું છે. ચૌધરીએ સોશિયલ મીડિયા પર ભારતની ઉપર શ્રીલંકાના ખેલાડીઓને પાકિસ્તાન ન જવા માટે ધમકાવવાનો આરોપ લગાવ્યો છે.

મલિંગા સહીત કુલ 11 ખેલાડીઓએ પાકિસ્તાન જવાની ના પાડી
શ્રીલંકા ક્રિકેટ ટીમના દિગ્ગજ એવા લસિથ મલિંગા સહિત 11 ખેલાડીઓએ સપ્ટેમ્બરના અંતમાં રમાનારી સિરીઝ રમવાની ના પાડી હતી. આ ખેલાડીઓએ સુરક્ષાના કારણે પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાની ના પાડી છે. વર્ષ 2009ના પાકિસ્તાનના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ટીમની બસ પર લાહોરમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ટીમના ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા.


જાણો શું લખ્યું ટ્વીટરમાં...
ફવાદે ચોધરીએ ટ્વીટર પર લખ્યું
, 'જાણીતા કોમેન્ટ્રેટરે મને જણાવ્યું કે, ભારતે શ્રીલંકાના ખેલાડીઓને ધમકાવ્યા છે કે જો તે પાકિસ્તાનના પ્રવાસે જવાની ના ન પાડે તો તેને આઈપીએલમાંથી બહાર કરી દેવામાં આવશે. આ ખુબ ખરાબ ચાલ છે.'

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

જાણો, ક્યા ખેલાડીઓએ પાકિસ્કાન જવાની ના પાડી
11 ખેલાડીઓમાં વનડે ટીમનો સુકાની દિમુથ કરૂણારત્ને, ટી20 ટીમનો કેપ્ટન લસિથ મલિંગા સિવાય નિરોશન ડિકવેલા, કુસલ પરેરા, ધનંજય ડિસિલ્વા, થિસારા પરેરા, અકિલા ધનંજય, એન્જેલો મેથ્યુઝ, સુરંગા લકમલ, દિનેશ ચંદીમલ, કુસલ મેન્ડિસ.

cricket news sri lanka pakistan lasith malinga