પાકિસ્તાન પહેલા દિવસે 240 રનમાં આૅલઆઉટ, મિચેલ ર્સ્ટાકે ઝડપી 4 વિકેટ

22 November, 2019 02:34 PM IST  |  Brisbane

પાકિસ્તાન પહેલા દિવસે 240 રનમાં આૅલઆઉટ, મિચેલ ર્સ્ટાકે ઝડપી 4 વિકેટ

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ

ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી પહેલી ગબ્બા ટેસ્ટમાં મિચેલ સ્ટાર્કે ધમાલ મચાવી હતી. ગુરુવારે રમાયેલી આ મૅચના પહેલા દિવસે ઑસ્ટ્રેલિયાએ તેમને 86.2 ઓવરમાં 240 પર ઑલઆઉટ કર્યા હતા. પાકિસ્તાને ટૉસ જીતી પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સૌથી વધુ 76 રન અસાદ શફિકે કર્યા હતા. પાકિસ્તાનના પાંચ પ્લેયર 7 રનનો આંકડો પણ પાર નહોતા કરી શક્યા. મોહમ્મદ રિઝવાન અને અઝહર અલી અનુક્રમે 37 અને 39 રન બનાવવામાં સફળ રહ્યા હતા. ઑસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કે 18.2 ઓવરમાં બાવન રન આપીને ચાર વિકેટ લીધી હતી. પેટ કમિન્સે પણ ૨૨ ઓવરમાં 60 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આજે ઑસ્ટ્રેલિયા ૨૪૦નો આંકડો પાર કરી શકે કે નહીં એ જોવું રહ્યું.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

ઓસ્ટ્રેલિયામાં યંગેસ્ટ ટેસ્ટ ડેબ્યુ કરનારો પ્લેયર બન્યો નસીમ શાહ
પાકિસ્તાનના પેસ બોલર નસીમ શાહે ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મૅચમાં ડેબ્યુ કર્યું હતું. બે મૅચની આ સિરીઝની પહેલી મૅચ ગઈ કાલથી બ્રિસબેનમાં શરૂ થઈ છે. નસીમે 16 વર્ષ અને 279 દિવસમાં ઑસ્ટ્રેલિયામાં ડેબ્યુ કર્યું છે. આ રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના ઇયાન ક્રૅગનો હતો, તેમણે 1953 માં સાઉથ આફ્રિકા સામે ડેબ્યુ કર્યું હતું. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં યંગેસ્ટ ટેસ્ટ ડેબ્યુ કરનાર લિસ્ટમાં તે નવમા ક્રમે છે. આ લિસ્ટમાં સૌથી પહેલાં પાકિસ્તાનના હસન રાજાનું નામ આવે છે, જેમણે 1996 માં 14 વર્ષ અને 227 માં દિવસે ડેબ્યુ કર્યું હતું.

cricket news australia pakistan mitchell starc