સરફરાઝ એહમદને PCB એ સુકાની પદેથી હટાવ્યો, આ બે ક્રિકેટરને મળી જવાબદારી

18 October, 2019 04:19 PM IST  |  Karachi

સરફરાઝ એહમદને PCB એ સુકાની પદેથી હટાવ્યો, આ બે ક્રિકેટરને મળી જવાબદારી

સરફરાઝ એહમદ

Karachi : પાકિસ્તાન ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહી છે. ત્યારે આજે એટલે કે શુક્રવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સરફરાઝ એહમદને ટી20 અને ટેસ્ટ ટીમના સુકાની પદેથી હટાવી દીધો છે. હવે તેની જગ્યાએ અઝહર અલીને ટેસ્ટ અને બાબર આઝમને ટી20 ટીમની કમાન સોપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદથી જ સરફરાઝ એહમદને કેપ્ટન પદેથી હાંકી કાઢવા માગ ઉઠી હતી.


ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ સરફરાઝને ટીમમાં સ્થાન ન મળ્યું
જોકે સરફરાઝ માટે બીજા નિરાશાજનક સમાચાર એ છે કે તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પણ જગ્યા આપવામાં આવી નથી. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટી-20 મુકાબલા રમશે. જે બાદ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ હેઠળ બે ટેસ્ટ સીરિઝ પણ રમશે. પીસીબીએ આવતાં વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર ટી-20 વર્લ્ડ કપ પહેલાં જ આ પગલું ભર્યું છે. બોર્ડે આ સાથે જ સંકેત આપ્યા છે કે, સરફરાઝ એહમદને હવે ટીમમાં વાપસી કરવી હશે તો પ્રદર્શન કરવું જ પડશે.


સરફરાઝના સુકાની પદ હેઠળ પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું
સરફરાઝ હેઠળ પાકિસ્તાન 2019ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચવામાં અસફળ રહ્યું હતું. તે પછી ઘરઆંગણે શ્રીલંકા સામે 0-3થી હાર્યું હતું. તેઓ ટી-20 રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. સરફરાઝની કપ્તાનીમાં પાકિસ્તાન 2017માં ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું.

આ પણ જુઓ : રાધિકા મર્ચન્ટ નીતા અને મુકેશ અંબાણી સાથે વરલીના NBA ગેમ્સમાં જોવા મળ્યા

વન-ડે ટીમમા સરફરાઝ સુકાની પદ પર બન્યો રહેશે
મહત્વનું છે કે સરફરાઝ એહમદ પાસેથી વન ડેની કેપ્ટનશિપ છીનવાઈ નથી. તેની પાસેથી ફક્ત ટેસ્ટ અને ટી-20ની જ કેપ્ટનશીપ છીનવાઈ છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કોચ મિસ્બાહ ઉલ હક સરફરાઝના પ્રદર્શનથી બિલ્કુલ ખુશ ન હતો. ખાસ કરીને તે સરફરાઝની જવાબદારી ઉઠાવવાના ઢીલા વલણથી નારાજ હતો.

cricket news pakistan