વરસાદના કારણ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની પહેલી વનડે રદ્દ

27 September, 2019 07:45 PM IST  |  Karachi

વરસાદના કારણ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની પહેલી વનડે રદ્દ

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની પહેલી વન-ડે રદ્દ

Karachi : પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે નેશનલ સ્ટેડિયમ કરાચી ખાતેની પ્રથમ વનડે વરસાદના લીધે રદ કરવામાં આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને તેના ચાહકોને ઘરઆંગણે ક્રિકેટ નિહાળવા માટે વધુ રાહ જોવી પડશે. 2009માં શ્રીલંકાની ટીમ પર આંતકવાદી હુમલો થયા પછી પ્રથમ વાર કોઈ ટીમ પાકિસ્તાનના પ્રવાસે આવી છે. કરાચી ખાતે પ્રથમ વખત વરસાદના લીધે મેચ રદ થઇ હોય તેવો બનાવ બન્યો છે. સીરિઝની બીજી વનડે આ ગ્રાઉન્ડ ઉપર જ સોમવારે રમાશે.


આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

2009માં 7 ખેલાડીઓ ઘાયલ થયા હતા
10 વર્ષ પહેલા શ્રીલંકા ક્રિકેટ ટીમ 3 ટેસ્ટ અને 3 વનડે મેચની સીરિઝ માટે પાકિસ્તાનના પ્રવાસ ગઈ હતી. 1 માર્ચે સીરિઝની બીજી ટેસ્ટ શરૂ થઇ હતી. 3 માર્ચના રોજ લાહોરના લિબર્ટી ચોક પર શ્રીલંકન ટીમની બસ પર આંતકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં શ્રીલંકાના સપોર્ટ સ્ટાફ સહિત 7 ખેલાડીઓ ઘાયલ થયા હતા. તે ઘટના પછી ટીમોએ પાકિસ્તાન પ્રવાસ પર જવાનું બંધ કરી દીધું હતું.

cricket news pakistan sri lanka