Pahalgam Terror Attack: ગૌતમ ગંભીરે ગુસ્સે થઈ કહ્યું ભારત હુમલો કરશે, દિલ્હી કૅપિટલ્સે પણ દુઃખ વ્યક્ત કર્યું

25 April, 2025 06:52 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર લખ્યું કે હું મૃતકોના પરિવારો માટે પ્રાર્થના કરી રહ્યો છું. જે લોકો આ માટે સંપૂર્ણપણે જવાબદાર છે તેમણે તેની કિંમત ચૂકવવી પડશે. ભારત હુમલો કરશે. આ ઘટનામાં ઓછામાં ઓછા 28 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

ગૌતમ ગંભીર (ફાઇલ તસવીર)

કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં શોક ફેલાયો છે આ સાથે લોકોના મનમાં ગુસ્સો પણ છે. દરેક વ્યક્તિ આતંકવાદીઓનો સફાયો કરવા કડક અભિયાન ચલાવવાની માગ કરી રહી છે. આ વચ્ચે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપ નેતા ગૌતમ ગંભીરે પણ આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત આતંકવાદીઓના આ કાયર કૃત્યનો હુમલો કરશે અને જવાબ આપશે. ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર લખ્યું કે હું મૃતકોના પરિવારો માટે પ્રાર્થના કરી રહ્યો છું. જે લોકો આ માટે સંપૂર્ણપણે જવાબદાર છે તેમણે તેની કિંમત ચૂકવવી પડશે. ભારત હુમલો કરશે. આ ઘટનામાં ઓછામાં ઓછા 28 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

આઈપીએલ ટીમ દિલ્હી કૅપિટલ્સે પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. ટીમે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શૅર કરી અને લખ્યું – “પહલગામમાં બનેલી દુ:ખદ ઘટનાથી દિલ તૂટી ગયું. અમારી સંવેદના પીડિતો, તેમના પરિવારો અને આ ભયાનક ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિ પ્રત્યે છે. આ દુઃખની ઘડીમાં અમે તેમની સાથે છીએ અને તેમની સાથે એકતા વ્યક્ત કરીએ છીએ.”

દિલ્હી કેપિટલ્સ ટીમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકો પણ પીડિતો માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેમની ટિપ્પણીઓ દ્વારા એકતા દર્શાવી રહ્યા છે. પહલગામમાં 28 લોકોના મોત ઉપરાંત, આ હુમલામાં 20 કરતાં વધુ લોકો ઘાયલ થયા છે, જેમની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાને શું કહ્યું?

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક હજી પણ નક્કી કરવામાં આવી રહ્યો છે. તેમણે આ આતંકવાદી હુમલાને "તાજેતરના વર્ષોમાં નાગરિકો પરનો સૌથી મોટો હુમલો" ગણાવ્યો.  આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વાન્સ ભારતની મુલાકાતે છે અને પર્યટન અને ટ્રેકિંગ સીઝન વેગ પકડી રહી છે. હુમલો બપોરે ૩ વાગ્યાની આસપાસ થયો. આતંકવાદી હુમલાને કારણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાત ટૂંકી કરીને સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો છે. પહેલગામ શહેરથી લગભગ છ કિલોમીટર દૂર આવેલું બૈસરન, પાઈન વૃક્ષો અને પર્વતોના ગાઢ જંગલોથી ઘેરાયેલું એક વિશાળ ઘાસનું મેદાન છે અને દેશ અને દુનિયાના પ્રવાસીઓમાં એક લોકપ્રિય સ્થળ છે. આ મામલે પીએમ નરેન્દ્ર મોદી હવે ભારત આવી ગયા અને તેમણે અજિત ડોવાલ સાથે બેઠક યોજી છે.

terror attack gautam gambhir delhi capitals jihad jammu and kashmir omar abdullah indian government narendra modi