ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રેકૉર્ડ-બ્રેક મૅચ જોવામાં મશગૂલ ફૅન્સના ૫૦થી વધુ મોબાઇલ ફોન ચોરી થઈ ગયા

31 March, 2026 02:44 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક વર્ષ બાદ ક્રિકેટની વાપસી થઈ, પરંતુ ફૅન્સને કડવા અનુભવનો સામનો કરવો પડ્યો હતો. IPL 2026ની શરૂઆતમાં જ આ સ્ટેડિયમમાં RCB અને SRH વચ્ચે ૪૦૪ રનની રેકૉર્ડ-બ્રેક ઓપનિંગ મૅચ રમાઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક વર્ષ બાદ ક્રિકેટની વાપસી થઈ, પરંતુ ફૅન્સને કડવા અનુભવનો સામનો કરવો પડ્યો હતો. IPL 2026ની શરૂઆતમાં જ આ સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ૪૦૪ રનની રેકૉર્ડ-બ્રેક ઓપનિંગ મૅચ રમાઈ હતી. મૅચ જોવામાં મશગૂલ ફૅન્સ વચ્ચેથી ૫૦ પ્લસ મોબાઇલ ફોન ચોરી થઈ ગયા હતા. 
અહેવાલો અનુસાર ૫૦થી ૬૦ લોકોના ફોન સ્ટેડિયમમાં ચોરી થયા છે. બૅન્ગલોર પોલીસે કહ્યું છે કે અમે ઘણી વ્યક્તિઓની પૂછપરછ કરી રહ્યા છીએ જેમાં કેટલાક સગીરોનો પણ સમાવેશ થાય છે. ચોરીમાં સામેલ હોય એવા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. P3 સ્ટૅન્ડમાંથી સૌથી વધુ ફોન ચોરી થયા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. 

m chinnaswamy stadium bengaluru cricket news IPL 2026 indian premier league sports news sports royal challengers bangalore sunrisers hyderabad