ઓપનર શુભમન ગિલને મિડલ ઑર્ડરમાં જમાવટ કરવાનો મોકો

23 November, 2021 06:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેસ્ટમાં ઓપનિંગમાં રમ્યો છે, પણ કોહલી-રોહિતની ગેરહાજરીમાં તેને ચોથા કે પાંચમા નંબરે રમવાનું કહેવાશે

ઓપનર શુભમન ગિલને મિડલ ઑર્ડરમાં જમાવટ કરવાનો મોકો

ગુરુવાર પચીસમી નવેમ્બરે કાનપુરમાં શરૂ થનારી ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં રાહુલ દ્રવિડના કોચિંગમાં કાર્યવાહક સુકાની અજિંક્ય રહાણેની જે ટીમ મેદાન પર ઊતરશે એમાં જો શુભમન ગિલનો સમાવેશ હશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બૅટિંગમાં મિડલ ઑર્ડરમાં રમતો જોવા મળે તો નવાઈ નહીં પામતા, કારણ કે પી.ટી.આઇ.ના એક અહેવાલ અનુસાર ભારતીય ટીમ મૅનેજમેન્ટ તેને ટેસ્ટમાં મિડલમાં બૅટિંગ કરવાની આદત પાડવા સમજાવી રહ્યું છે.
પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગમાં સ્ટાઇલિશ બૅટર કે. એલ. રાહુલ સાથે મોટા ભાગે મયંક અગરવાલ રમશે.
ઓપનિંગમાં સાધારણ સરેરાશ
ટૅલન્ટેડ બૅટર ગિલ ૮ ટેસ્ટના ૧૫ દાવમાં ઓપનિંગમાં પહેલા અથવા બીજા નંબરે રમ્યો છે. જોકે એમાં તેનો પર્ફોર્મન્સ સાધારણ છે. તેણે માત્ર ત્રણ સદીની મદદથી કુલ ૪૧૧ રન બનાવ્યા છે, જેમાં તેની બૅટિંગ-સરેરાશ ફક્ત ૩૧.૮૪ છે. તે આ ટેસ્ટ મૅચ ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ સામે રમ્યો છે. વન-ડેમાં તેણે બે વાર વનડાઉનમાં બૅટિંગ કરી છે.
રોહિત શર્મા અને રિષભ પંત આખી ટેસ્ટ-સિરીઝમાં નથી રમવાના અને વિરાટ કોહલી મુંબઈની બીજી ટેસ્ટથી ટીમમાં જોડાશે. ચેતેશ્વર પુજારા વનડાઉનમાં રમશે. એ જોતાં પ્રથમ ટેસ્ટમાં ગિલને મિડલ ઑર્ડરમાં અજમાવવાનો સિલેક્ટરો અને ટીમ મૅનેજમેન્ટને સારો મોકો છે.
ગિલ મિડલમાં મદદરૂપ થશે
ભૂતપૂર્વ નૅશનલ સિલેક્ટર જતીન પરાંજપેએ પી.ટી.આઇ.ને કહ્યું કે ‘ટીમ-સિલેક્શનમાં ક્યારેય જડતા મદદરૂપ ન થાય એવું હંમેશાં હું માનતો આવ્યો છું. ગિલને મિડલ ઑર્ડરમાં રમાડવાથી ટીમને ઘણો ફાયદો થઈ શકશે.’

 રવિચંદ્રન અશ્વિન હંમેશાં કોઈ પણ કૅપ્ટન માટે ટી૨૦ની મિડલ ઓવર્સમાં જરૂર પડે ત્યારે અટૅકિંગ બોલર તરીકેનો બહુ સારો વિકલ્પ બની રહે છે.
રોહિત શર્મા (ટી૨૦નો કૅપ્ટન)

sports news sports cricket news