આઇસીસીએ જાહેર કર્યાં વર્લ્ડ કપ માટે 16 અમ્પાયરોનાં નામ

27 April, 2019 11:35 AM IST  |  દુબઈ | (એ. એન. આઇ.)

આઇસીસીએ જાહેર કર્યાં વર્લ્ડ કપ માટે 16 અમ્પાયરોનાં નામ

પ્રતીકાત્મક તસવીર

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે આવતા મહિનાથી શરૂ થનારા વન-ડે વર્લ્ડ કપ માટે ૧૬ અમ્પાયર અને ૬ મૅચ-રેફરીનાં નામ જાહેર કર્યાં હતાં. આઇસીસીના અમ્પાયર અને મૅચ-રેફરી કમિટીના સિનિયર મૅનેજર ઍડ્રિયન ગ્રિફિથે મીડિયાને કહ્યું કે ‘વર્લ્ડ કપમાં અમ્પાયર અને મૅચ-રેફરી તરીકે ફરજ બજાવવી એ એક મોટું સન્માન છે. દરેક બૉલ પર વિશ્વક્રિકેટની નજર હોય છે એટલે અમ્પાયરે નિર્ણય આપવો એ અઘરું કહેવાય, પણ ૨૨ મેમ્બરની બેસ્ટ ટીમ આ વર્લ્ડ કપમાં પોતાનું બેસ્ટ પર્ફોર્મ કરશે.’ ૨૫૦થી વધુ ઇન્ટરનૅશનલ મૅચોમાં ફરજ બજાવનાર ઇયાન ગાઉલ્ડ આ વર્લ્ડ કપ પછી રિટાયર થશે.

ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી ટુર્નામેન્ટની ઓપનિંગ મૅચમાં પાછલા વર્લ્ડ કપની ફાઇનલમાં ફરજ બજાવી ચૂકેલા મૅચ-રેફરી ડેવિડ બુન અને કુમાર ધર્મસેના, બ્રુસ ઓક્સનફર્ડ (ગ્રાઉન્ડ અમ્પાયર) અને પૉલ રાઇફલ (થર્ડ અમ્પાયર) ડ્યુટી કરશે.

૧૬ અમ્પાયરો : અલિમ દાર, કુમાર ધર્મસેના, મરાઇસ ઇરાસમસ, ક્રિસ ગેફેની, ઇયાન ગાઉલ્ડ, રિચર્ડ ઇલિંગવર્થ, રિચર્ડ કેટલબોરો, નાઇજલ લૉન્ગ, બ્રુસ ઓક્સનફર્ડ, સુંદરમ રવિ, પૉલ રાઇફલ, રોડ ટકર, જોએલ વિલ્સન, માઇકલ ગોફ, રુચિરા પલિયાગુરુગે અને પૉલ વિલ્સન.

આ પણ વાંચો : ટુર્નામેન્ટમાં ટકી રહેવા રાજસ્થાને હૈદરાબાદને હરાવવું અનિવાર્ય

મૅચ-રેફરી : ક્રિસ બ્રૉડ, ડેવિડ બુન, ઍન્ડી પાયક્રોફ્ટ, જેફ ક્રો, રંજન મદુગલે અને રિચી રિચર્ડસન.

international cricket council world cup