ટુર્નામેન્ટમાં ટકી રહેવા રાજસ્થાને હૈદરાબાદને હરાવવું અનિવાર્ય

Published: Apr 27, 2019, 11:24 IST | મિડ-ડે પ્રતિનિધિ | રાજસ્થાન

બન્ને ટીમના વિદેશી સ્ટાર્સ જૉસ બટલર, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને જૉની બેરસ્ટો વર્લ્ડ કપના કૅમ્પ માટે ઇંગ્લૅન્ડ રવાના થઈ ગયા હોવાથી વધુ ભારતીય ખેલાડીઓને ચાન્સ મળશે

રાજસ્થાન ટીમ
રાજસ્થાન ટીમ

રાજસ્થાન રૉયલ્સે ગુરુવારે રોમાંચક મૅચમાં કલકત્તાને ૩ વિકેટે હરાવીને પૉઇન્ટ-ટેબલ પર સાતમા ક્રમે ફરી કમબૅક કરીને બૅન્ગલોરને આઠમા એટલે કે તળિયે ધકેલી દીધું હતું. આજે હૈદરાબાદ સામે રમાનારી મૅચમાં રાજસ્થાને ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે આજે મોટા અંતરથી જીત મેળવવી પડશે અને હૈદરાબાદ તથા પંજાબના પરાજયો પર આધાર રાખવો પડશે. ઇંગ્લૅન્ડના ખેલાડીઓનો વર્લ્ડ કપ કૅમ્પ આવતા અઠવાડિયાથી શરૂ થવાનો હોવાથી રાજસ્થાનના હીટરો જૉસ બટલર, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર હવે એકેય મૅચમાં ભાગ નહીં લઈ શકે.

ચોથા ક્રમની હૈદરાબાદની ટીમની વાત કરીએ તો તેમનો નેટ-રનરેટ ૦.૬૫૪ આઠેય ટીમમાં હાઇએસ્ટ છે. જો તેઓ બચેલી ત્રણેય મૅચ જીતે તો તેમને પહેલી ક્વૉલિયર રમવાનો મોકો સહેલાઈથી મળી શકે છે. એક ઓપનર જૉની બેરસ્ટો વર્લ્ડ કપ કૅમ્પ માટે રવાના થઈ ચૂક્યો છે, જ્યારે ટુર્નામેન્ટના હાઇએસ્ટ રન-સ્કોરર ડેવિડ વૉર્નર પણ આજની મૅચ પછી ઑસ્ટ્રેલિયા પાછો ફરશે. આ ટીમ પાસે વિજય શંકર, યુસુફ પઠાન, રિકી ભુઈ અને દીપક હૂડા જેવા ટૅલન્ટેડ પ્લેયરો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK