બીજા દિવસે ઇંગ્લૅન્ડે પલટી બાજી

26 July, 2020 11:58 AM IST  |  Mumbai Desk | Agencies

બીજા દિવસે ઇંગ્લૅન્ડે પલટી બાજી

ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ચાલી રહેલી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મૅચના બીજા દિવસે ઓલી પોપ સેન્ચુરી ચૂકી ગયો હતો. તેણે ૧૬૦ બૉલમાં ૯૧ રન કર્યા હતા. જોકે છેલ્લે રમવા આવેલા સ્ટુઅર્ટ બ્રૉડે નવ ચોગ્ગા અને એક સિક્સર ફટકારીને ૪૫ બૉલમાં ૬૨ રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ વતી કેમાર રોચે સૌથી વધારે ચાર વિકેટ લીધી હતી. ગૅબ્રિયલ અને રોસ્ટન ચેઝને બે-બે અને જેસન હોલ્ડરને એક વિકેટ પ્રાપ્ત થઈ હતી. પહેલી ઇનિંગમાં મળેલા ૩૭૦ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી વેસ્ટ ઇન્ડીઝ ટીમની શરૂઆત ઘણી નબળી રહી હતી અને ૪૩ ઓવરમાં ૧૧૪ રન કરવામાં તેમણે છ વિકેટ ગુમાવી દીધી હતી. કાર્લોસ બ્રેથવેટ એક રને, જૉન કૅમ્પબેલ ૩૨ રને જ્યારે શઈ હોપ ૧૭ રન કરીને આઉટ થયા હતા. જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડે બે-બે વિકેટ, જોફ્રા આર્ચર અને ક્રિસ વૉક્સે એક-એક વિકેટ લીધી હતી.

sports sports news cricket news england