યુવીએ ઈન્સ્ટાગ્રામ પર વર્ણવી વ્યથા, લખ્યું 'હાલ બડા બેહાલ હૈ'

25 January, 2019 07:47 PM IST  | 

યુવીએ ઈન્સ્ટાગ્રામ પર વર્ણવી વ્યથા, લખ્યું 'હાલ બડા બેહાલ હૈ'

યુવરાજસિંહની પોસ્ટ પર ગૌતમ ગંભીરે કરી કમેન્ટ

ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહેલા યુવરાજસિંહના હાલ બેહાલ છે. યુવરાજસિંહે ઈન્સ્ટાગ્રામ પર લગ્ન બાદ હાલ બેહાલ હોવાની કબૂલાત કરી છે. ગૌતમ ગંભીરની કમેન્ટના જવાબમાં યુવરાજસિંહે લખ્યું કે લગ્ન બાદ તેમના હાલ બેહાલ છે.

આમ તો હાલ યુવરાજસિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે, પરંતુ ક્રિકેટ પીચ અને સોશિયલ મીડિયા પર તે આક્રમક અંદાજમાં જ બેટિંગ કરી રહ્યા છે. હાલ યુવરાજસિંહ મુંબઈમાં ટી20 ટુર્નામેન્ટમાં રમી રહ્યા છે. અને આ જ ટુર્નામેન્ટમાં તેનો જૂનો અંદાજ જોવા મળ્યો. ડી. વાય પાટિલ સ્ટેડિયમમાં ચાલી રહેલી ટી20 ટુર્નામેન્ટમાં એર ઈન્ડિયા તરફથી રમતા યુવરાજસિંહે 57 બોલમાં 80 રન બનાવી દીધા.

ગૌતમ ગંભીરના જવાબમાં કહ્યું હાલ બડા બેહાલ હૈ

તો આવી જ ફોર સિક્સ યુવી સોશિયલ મીડિયા પર પણ મારી રહ્યા છે. મામલો કંઈક એવો છે કે યુવીએ લાલ રંગની વિન્ટેજ કાર સાથે વ્હાઈટ ટીશર્ટ અને બ્લૂ ડેનિમમાં એક ફોટો પોસ્ટ કર્યો. જેમાં લખ્યું #throwback #voguemagazine shoot ! Red car ? or red shoes ? Il take #vintage any day !!!

આ પણ વાંચોઃઆખરે યુવરાજનો મળ્યો ખરીદદાર, મુંબઈએ એક કરોડમાં ખરીદ્યો

યુવીનો આ જ ફોટો જોઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે લાલ કારને હથિયાર બનાવીને કમેન્ટ કરી. હળવા અંદાજમાં ગૌતમ ગંભીરે લખ્યું, 'લાલ મેરે દિલ કા હાલ હૈ, લગતા તુજપે કમાલ હૈ, yuvi શાદી કે બાદ તેરા ક્યા હાલ હૈ.' બસ આ કમેન્ટના જવાબમાં યુવરાજસિંહે લખ્યું હાલ બડા બેહાલ હૈ.

ટીમ ઈન્ડિયાના આ બંને બેટ્સમેને સોશિયલ મીડિયા પર ફટકાબાજી કરી છે. તો ફેન્સ પણ બંનેની કમેન્ટ વાંચીને મજા લઈ રહ્યા છે.

 

yuvraj singh gautam gambhir cricket news