23 July, 2025 06:58 AM IST | London | Gujarati Mid-day Correspondent
ક્લાઇવ લૉઇડ, ફરોખ એન્જિનિયર
મૅન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૅફર્ડ સ્ટેડિયમમાં ૨૩થી ૨૭ જુલાઈ દરમ્યાન ઇંગ્લૅન્ડ અને ભારતની ચોથી ટેસ્ટ-મૅચ રમાશે. અહેવાલ અનુસાર આ મૅચના પહેલા દિવસે ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન ફરોખ એન્જિનિયર અને વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ મહાન કૅપ્ટન ક્લાઇવ લૉઇડનાં નામનાં સ્ટૅન્ડ્સનું અનાવરણ ઓલ્ડ ટ્રૅફર્ડ સ્ટેડિયમમાં થઈ શકે છે. ઇંગ્લૅન્ડની લૅન્કશર ક્રિકેટ ક્લબ માટે તેમણે આપેલા યોગદાન બદલ આ સન્માન આપવામાં આવશે. મુંબઈના ફરોખ એક દાયકા અને ક્લાઇવ લૉઇડ બે દાયકા સુધી આ ટીમ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા હતા.