હવે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ત્રણેય ફોર્મેટના 3 સુકાની નક્કી કરશે

16 July, 2019 09:25 PM IST  |  Lahor

હવે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ત્રણેય ફોર્મેટના 3 સુકાની નક્કી કરશે

Lahor : વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પાકિસ્તાનની ટીમ સેમી ફાઇનલ સુધી પહોંચવામાં પણ નિષ્ફળ રહી હતી. ત્યારે તેને જોતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હવે આ મહિનાના અંતમાં કમીટી મેન્મબરની એક બેઠક બોલાવી છે. જે બેઠકનો મુખ્ય હેતુ દરેક ફોર્મેટમાં અલગ અલગ સુકાની અને ટીમના મુખ્ય કોચ અને તેની સાથે સહાયક કોચને લઇને ચર્ચા કરવાનો છે. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હજુ બેઠકની તારીખની જાણ કરી નથી, પણ સુત્રોના જણાવ્યા અનુસાર 29 જુલાઈએ આ બેઠક થઈ શકે છે.


સુત્રોએ જણાવ્યું કે, પૂર્વ સુકાની અને સમિતિના સભ્ય મિસબાહ-ઉલ-હક અંગત કારણોસર અમેરિકા યાત્રાએ જતાં તે બેઠકમાં સામેલ નહીં રહે. તેઓએ કહ્યું કે, જો તે યાત્રા પર જાય છે તો વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં ભાગ લેશે અને જો લાહોરમાં હશે તો ચોક્કસથી બેઠકમાં ભાગ લેશે. સમિતિના અન્ય સભ્ય પૂર્વ સુકાની વસીમ અકરમ અને મહિલા ટીમના પૂર્વ સુકાની ઉરુઝ મુમતાઝ પણ છે. પીસીબી પ્રબંધ નિર્દેશન વસીમ ખાન બેઠકની અધ્યક્ષતા કરશે.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

પાકિસ્તાન વર્લ્ડ કપમાં પાંચમા સ્થાને રહ્યું હતું, તથા ટીમનું ખરાબ પ્રદર્શન બેઠકના એજન્ડાનો મુખ્ય વિષય હશે. એક જાણકારી પ્રમાણે મુખ્ય કોચ મિકી આર્થરને પીસીબી પ્રમુખ એહસાન મનિ અને વસીમ ખાને લંડનમાં બેઠક દરમિયાન કહ્યું હતું કે, તેમનો કાર્યકાળ વધારવામાં નહીં આવે, અને તેમને આ પદ માટે નવેસરથી આવેદન કરવું પડશે.

cricket news pakistan