આજની મેચમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકીપરે ધોનીને યાદ કર્યો

06 December, 2020 09:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજની મેચમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકીપરે ધોનીને યાદ કર્યો

ફાઈલ ફોટો

મહેન્દ્ર સિંહ ધોનીની સ્ટમ્પ આઉટ કરવાની ઝડપની સરખામણીમાં કોઈ આવી ન શકે. આ વાત ભારતના ખેલાડીએ નહીં ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ સ્વિકારી છે. ઓસ્ટ્રેલિયા સામેની આજની બીજી મેચમાં ધોનીનું નામ ફરી ચર્ચાયું હતું.

ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન ડેમાં ભારતને 195 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બેટિંગ દરમિયાન 9મી ઓવરમાં ધનવ સ્પિનર મિચેલ સ્વેપસના બોલ પર બીટ થયો હતો. ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર મેથ્યુ વેડે સ્ટમ્પ આઉટ કરવાની પ્રયત્ન કર્યો હતો.

જોકે ધવન સમયસર ક્રિઝમાં આવી ગયો હતો. આથી અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો હતો. આ દરમિયાન હસતાં હસતાં વેડે કહ્યુ હતું કે મારામાં ધોની જેવી ઝડપ નથી. આ સાંભળીને ધવન પણ હસવા લાગ્યો હતો. કોમેન્ટ્રી બોક્સમાં કોમેન્ટેટર્સ પણ આ સાંભળીને હસવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

સ્ટમ્પ કરવાની આ ઘટના સમયે ધનવ 39 રન પર રમી રહ્યો હતો. આ મેચમાં ધવન 36 બોલમાં 2 સિક્સર અને 4 ફોરની મદદથી 52 રન બનાવ્યા હતા. બીજી T2Oને ભારતે 6 વિકેટે જીતી લીધી છે.

mahendra singh dhoni cricket news shikhar dhawan australia