✕

સાઉથ આફ્રિકા સામે પહેલા જ દિવસે કાંગારૂઓ અટવાયા, માત્ર ૧૨૪ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી

10 October, 2026 04:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

10,945: આટલા રન સાથે ઑસ્ટ્રેલિયાનો ત્રીજો સૌથી વધુ રન કરનાર ટેસ્ટ-બૅટર બન્યો સ્ટીવ સ્મિથ. સ્ટીવ વૉ ૧૦,૯૨૭ રન સાથે ચોથા ક્રમે સરકી ગયો

સતત ૮૮ ટેસ્ટ-મૅચ મિસ કરીને આવેલા નિક મૅડિન્સને કાંગારૂ ઓપનર તરીકે લૉન્ગેસ્ટ ૩૩ બૉલનું ડક નોંધાવ્યું

૮ વર્ષ પછી સાઉથ આફ્રિકામાં ટેસ્ટ-મૅચ રમવા પહોંચેલી ઑસ્ટ્રેલિયન ટીમને ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝના પહેલા જ દિવસે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. ડરબનમાં ખરાબ પ્રકાશને કારણે પહેલા દિવસે ૯૦ને બદલે ૬૫.૨ ઓવરની જ રમત રમાઈ હતી. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર ઑસ્ટ્રેલિયન ટીમે દિવસના અંતે ૧૮૭-૬ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી.
૧૭ રનની ખરાબ ઓપનિંગ ભાગીદારી પછી કાંગારૂઓએ ૪૧.૬ ઓવરમાં ૧૨૪ રનમાં ૬ વિકેટ ગુમાવી હતી. માર્નસ લબુશેને ૫૮ બૉલમાં ૩૭ રન અને સ્ટીવ સ્મિથે ૫૩ બૉલમાં ૨૫ રનનું યોગદાન આપ્યું હતું. મૅટ રેનશૉએ ૧૧૫ બૉલમાં નૉટઆઉટ ૪૬ રન અને કૅપ્ટન પૅટ કમિન્સે ૭૨ બૉલમાં અણનમ ૩૩ રન કર્યા હતા. 
સાઉથ આફ્રિકા તરફથી ફાસ્ટ બોલર્સ માર્કો યાન્સેન, વિઆન મુલ્ડર અને ઍન્રિક નૉર્ખિયાએ ૨-૨ વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયાના ૬માંથી ૪ બૅટર કૅચઆઉટ થયા હતા.


સ્ટીવ સ્મિથની વિકેટ લઈને સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો માર્કો યાન્સેન.

સતત ૮૮ ટેસ્ટ-મૅચ મિસ કરીને આવેલા નિક મૅડિન્સને કાંગારૂ ઓપનર તરીકે લૉન્ગેસ્ટ ૩૩ બૉલનું ડક નોંધાવ્યું

૩૪ વર્ષનો નિક મૅડિન્સન લગભગ એક દાયકા પછી ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ-ટીમ માટે રમવા ઊતર્યો હતો. તે ઑસ્ટ્રેલિયા માટે રમેલી બે ટેસ્ટ-મૅચ વચ્ચે સૌથી વધુ સતત ૮૮ ટેસ્ટ-મૅચ મિસ કરનાર ખેલાડી બન્યો હતો. જોકે તે ૩૩ બૉલ રમીને ઝીરોના સ્કોર પર માર્કો યાન્સેન સામે બોલ્ડ થયો હતો. 
નિક મૅડિન્સન ૩૩ બૉલનું લૉન્ગેસ્ટ ડક રમનાર ઑસ્ટ્રેલિયન ઓપનર બન્યો હતો. તે  ટેસ્ટિક્યુલર કૅન્સર (વૃષણનું કૅન્સર)માંથી સાજા થયા બાદ ટેસ્ટ-ક્રિકેટમાં પરત ફર્યો છે. આ રોગ તેના પેટના લિમ્ફ નૉડ્સ અને ફેફસાં સુધી ફેલાઈ ગયો હતો.

australia world test championship testing south africa sports news sports cricket news