ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો રમત સમાચાર

04 August, 2021 11:39 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બંગલા દેશ સામે પહેલી વાર ટી૨૦માં હાર્યું ઑસ્ટ્રેલિયા; નેપાળના કૅપ્ટને ત્રીજી ઓગસ્ટે ડૅબ્યુની જ તારીખે લીધુ રિટાયરમેન્ટ અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

બંગલા દેશ સામે પહેલી વાર ટી૨૦માં હાર્યું ઑસ્ટ્રેલિયા

ગઈ કાલે રમાયેલી પ્રથમ ટી૨૦માં બંગલા દેશે ઑસ્ટ્રેલિયાને ૨૩ રને હરાવીને મોટો અપસેટ સરજ્યો હતો. બંગલા દેશે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૩૧ રન બનાવ્યા હતા. જવાબમાં ઑસ્ટ્રેલિયન ટીમ ૨૦ ઓવરમાં મિચલ માર્શની ૪૫ રનની ઇનિંગ્સ સાથે લડત આપ્યા છતાં ૧૦૮ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. બંગલા દેશના ૨૬ વર્ષના સ્લો લેફ્ટ આર્મ બોલર નસુમ અહમદે ૪ ઓવરમાં ૧૯ રનમાં ૪ વિકેટ લઈને કાંગારૂઓની કમર તોડી નાખી હતી. નસુમ અહમદ મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો. આ જીત સાથે બંગલા દેશે પાંચ ટી૨૦ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ લીધી છે. ટી૨૦ ઇન્ટરનૅશનલમાં બંગલા દેશનો ઑસ્ટ્રેલિયા સામે પહેલો વિજય હતો.

 

નેપાળના કૅપ્ટને ત્રીજી ઓગસ્ટે ડૅબ્યુની જ તારીખે લીધુ રિટાયરમેન્ટ

નેપાળ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન પારસ ખડકાએ ગઈ કાલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી  સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. સોશ્યલ મિડિયામાં પોસ્ટ દ્વારા તેણે તેના રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. ૩૩ વર્ષીય ખડકા નેપાળ વતી ૧૦ વન-ડે રમ્યો હતો જેમાં એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી સાથે ૩૧૫ રન બનાવ્યા હતાં. એ ઉપરાંત ૯ વિકેટ પણ લીધી હતી. જ્યારે ૩૩ ટી૨૦ ઇન્ટરનેશનલ મૅચોમાં ૭૯૯ રન અને ૮ વિકેટ લીધી હતી. નવાઈની વાત છે કે ખડકા ત્રીજી ઓગસ્ટને રોજ નેપાળ વતી પહેલી ઇન્ટરનેશનલ મૅચ રમ્યો હતો અને ગઈ કાલે એ જ તારીખે તેણે રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી.

 

ઇંગ્લૅન્ડની બંગલા દેશ ટૂર હવે માર્ચ ૨૦૨૩માં

આઇપીએલમાં ઇંગ્લૅન્ડના ખેલાડીને આવતા રોકી રહેલી બંગલ દેશની ટૂર કેન્સલ થઈને હવે માર્ચ ૨૦૨૩માં યોજવાનું આયોજન થયું છે. આવતા મહિને યોજાનારી આ ટૂરને લીધે ઇંગ્લૅન્ડનું ક્રિકેટ બોર્ડને તેમના ખેલાડીઓનું આઇપીએલની અધૂરી સીઝન જે આવાત મહિને યુએઈમાં રમાવવાની છે એમાં આવતા રોકી રહ્યું હતું. જોકે હવે આ ટૂર પોસ્ટપોન્ડ થતા ઇંગ્લૅન્ડના ખેલાડીઓનો આઇપીએલ માટે રસ્તો સાફ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે પણ ઇંગ્લૅન્ડના ખેલાડીઓ આવતા મહિને આઇપીએલમાં રમશે એવી જાહેરાત કરી દીધી હતી.

sports sports news