News In Short: કુલદીપ યાદવની હૅટ-ટ્રિક, ઇન્ડિયા ‘એ’ સિરીઝ જીત્યું

26 September, 2022 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુલદીપ યાદવની હૅટ-ટ્રિક સહિતની કુલ ચાર વિકેટને કારણે વિદેશી ટીમ ૨૧૯ રન બનાવી શકી હતી

કુલદીપ યાદવ

કુલદીપ યાદવની હૅટ-ટ્રિક, ઇન્ડિયા ‘એ’ સિરીઝ જીત્યું

ચેન્નઈમાં ગઈ કાલે સંજુ સૅમસનના સુકાનમાં ઇન્ડિયા ‘એ’ ટીમે ન્યુ ઝીલૅન્ડ ‘એ’ ટીમને બીજી વન-ડેમાં હરાવીને સિરીઝમાં ૨-૦થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. કુલદીપ યાદવની હૅટ-ટ્રિક સહિતની કુલ ચાર વિકેટને કારણે વિદેશી ટીમ ૨૧૯ રન બનાવી શકી હતી. ભારતીય ટીમે પૃથ્વી શૉ (૭૭ રન, ૪૮ બૉલ, ત્રણ સિક્સર, અગિયાર ફોર) તેમ જ ઋતુરાજ ગાયકવાડના ૩૦ રન, રજત પાટીદારના ૨૦ રન, સૅમસનના ૩૭ રન, રિશી ધવનના અણનમ બાવીસ રન, શાર્દુલ ઠાકુરના અણનમ પચીસ રનની મદદથી ૩૪ ઓવરમાં ૬ વિકેટે ૨૨૨ રન બનાવીને જીત મેળવી હતી.

ગમે ત્યારે કમબૅક કરું પણ ખરી : સેરેના વિલિયમ્સ

તાજેતરમાં ન્યુ યૉર્કની યુએસ ઓપનમાં રમીને ટેનિસજગતમાંથી નિવૃત્ત થયેલી ટેનિસ-લેજન્ડ સેરેના વિલિયમ્સે સત્તાવાર રીતે પોતે ટેનિસ રમવાનું સાવ છોડી દીધું હોવાનું ક્યારેય કહ્યું જ નથી અને તેણે ગઈ કાલે ‘હિસ્ટરી’ ચૅનલને મુલાકાતમાં કહ્યું હતું કે ‘મારે થોડો સમય રમવાનું બંધ કરવું હતું જે મેં કર્યું. હું ફૅમિલી સાથે અને ખાસ કરીને પુત્રી ઑલિમ્પિયા સાથે વધુ સમય વિતાવવા માગું છું. જોકે મારે ભવિષ્યમાં ટેનિસમાં કમબૅક કરવું છે એવું મને વારંવાર લાગ્યા કરે છે અને નક્કી હું કમબૅક કરીશ જ.’

sports sports news cricket news Kuldeep Yadav serena williams tennis news