News In Short: ક્રિકેટમાં બહુ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે : કેન

06 September, 2022 01:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ વન-ડે ભારતીય સમય મુજબ સવારે ૯.૫૦ વાગ્યે શરૂ થઈ રહી છે.

કેન વિલિયમસન

ક્રિકેટમાં બહુ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે : કેન

ઑસ્ટ્રેલિયા સામે આજે શરૂ થઈ રહેલી ત્રણ મૅચની વન-ડે સિરીઝની પૂર્વસંધ્યાએ કિવી કૅપ્ટન કેન વિલિયમસને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ‘ક્રિકેટમાં અત્યારે ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. ક્રિકેટનું લૅન્ડસ્કેપ બહુ જલદી બદલાઈ રહ્યું છે. દરેક ફેરફાર અનોખા લાગી રહ્યા છે. અલગ-અલગ ફ્રૅન્ચાઇઝી-આધારિત ઇવેન્ટ્સ આવી રહી છે અને ખેલાડીઓ પોતાની પ્લેઇંગ કરીઅર વિશે અણધાર્યા નિર્ણય લઈ રહ્યા છે.’ આજે ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ વન-ડે ભારતીય સમય મુજબ સવારે ૯.૫૦ વાગ્યે શરૂ થઈ રહી છે.

શનિવારે રોડ સેફ્ટીની પ્રથમ મૅચ ઇન્ડિયા v/s સાઉથ આફ્રિકા વચ્ચે

કાનપુર તેમ જ ઇન્દોર, દેહરાદૂન અને રાયપુરમાં રમાનારી ટી૨૦ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની બીજી સીઝનની પ્રથમ મૅચ શનિવાર, ૧૦ સપ્ટેમ્બરે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે, જેમાં સચિન તેન્ડુલકરના સુકાન હેઠળની ઇન્ડિયા લેજન્ડ્સ ટીમનો મુકાબલો સાઉથ આફ્રિકા લેજન્ડ્સ સાથે થશે. આ મૅચનું સાંજે ૭.૩૦ વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. ઑસ્ટ્રેલિયા તેમ જ ઇંગ્લૅન્ડ, શ્રીલંકા, ન્યુ ઝીલૅન્ડ, બંગલાદેશ તથા વેસ્ટ ઇન્ડીઝની પણ લેજન્ડ્સ ટીમ આમાં ભાગ લેશે.

મેડવેડેવ હાર્યો, નંબર-વનનો રૅન્ક ગુમાવશે

યુએસ ઓપનમાં રવિવારે અમેરિકાની ૧૮ વર્ષની કૉકો ગૉફ પહેલી વાર આ સ્પર્ધાની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી છે. તેણે ચીનની ઝાન્ગ શુએઇને ૭-૫, ૭-૫થી હરાવી હતી. ગૉફ આજે ક્વૉર્ટરમાં ફ્રાન્સની કૅરોલિન ગાર્સિયા સામે રમશે. પુરુષોમાં રવિવારે ઑસ્ટ્રેલિયાનો નિક કીર્ગિયોસ ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ડેનિલ મેડવેડેવને ૧૩-૧૧, ૩-૬, ૬-૩, ૬-૨થી હરાવીને ક્વૉર્ટરમાં પહોંચ્યો હતો. મેડવેડેવ હારી જતાં નંબર-વનનો રૅન્ક ગુમાવી બેઠો છે.

sports news sports kane williamson cricket news us open