News In Short : સંજુ સૅમ્સન ઇન્ડિયા ‘એ’ વન-ડે ટીમનો કૅપ્ટન

17 September, 2022 06:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગામી બાવીસમી સપ્ટેમ્બરથી ભારતમાં ન્યુ ઝીલૅન્ડ ‘એ’ સામે રમાનારી ત્રણ મૅચની વન-ડે શ્રેણી માટેની ઇન્ડિયા ‘એ’ ટીમનું સુકાન સ્ટાઇલિશ વિકેટકીપર-બૅટર સંજુ સૅમસનને સોંપાયું છે.

સંજૂ સેમસન

આગામી બાવીસમી સપ્ટેમ્બરથી ભારતમાં ન્યુ ઝીલૅન્ડ ‘એ’ સામે રમાનારી ત્રણ મૅચની વન-ડે શ્રેણી માટેની ઇન્ડિયા ‘એ’ ટીમનું સુકાન સ્ટાઇલિશ વિકેટકીપર-બૅટર સંજુ સૅમસનને સોંપાયું છે. આ વર્ષના અન્ડર-૧૯ વર્લ્ડ કપ ટીમના સીમ બોલિંગ ઑલરાઉન્ડર રાજ બાવાને સમાવવામાં આવ્યો છે. ઇન્ડિયા ‘એ’ ટીમ : સંજુ સૅમસન (કૅપ્ટન), પૃથ્વી શૉ, અભિમન્યુ ઈશ્વરન, ઋતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, રજત પાટીદાર, કે. એસ. ભરત (વિકેટકીપર), કુલદીપ યાદવ, શાહબાઝ અહમદ, રાહુલ ચાહર, તિલક વર્મા, કુલદીપ સેન, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, નવદીપ સૈની અને રાજ અંગદ બાવા.

બૅન્ગલોરમાં ઇન્ડિયા ‘એ’ના લીડ સાથે ૯૬ રન

બૅન્ગલોરમાં ન્યુ ઝીલૅન્ડ ‘એ’ સામેની પહેલી બન્ને બિનસત્તાવાર ટેસ્ટ ડ્રૉમાં ગયા પછી ત્રીજી ટેસ્ટમાં ગઈ કાલે બીજા દિવસે ઇન્ડિયા ‘એ’નો બીજા દાવનો સ્કોર ૧ વિકેટે ૪૦ રન હતો. પ્રથમ દાવની સરસાઈ ગણતાં ભારતીય ટીમના ગઈ કાલે ૯૬ રન હતા. કૅપ્ટન પ્રિયાંક પંચાલ ૧૭ રને અને પ્રથમ દાવનો સેન્ચુરિયન ઋતુરાજ ગાયકવાડ ૧૮ રને રમી રહ્યો હતો. ગાયકવાડે પહેલા દાવમાં ૧૦૮ રન બનાવ્યા હતા. એ દાવમાં ઇન્ડિયા ‘એ’ના ૨૯૩ રન સામે ન્યુ ઝીલૅન્ડ ‘એ’ના ૨૩૭ રન હતા. ભારત વતી સૌરભ કુમારે ચાર, રાહુલ ચાહરે ત્રણ, મુકેશકુમારે બે તથા શાર્દુલ ઠાકુરે એક વિકેટ લીધી હતી.

ઉમેશ યાદવ ઈજાને લીધે કાઉન્ટીની બહાર

ભારતીય પેસ બોલર ઉમેશ યાદવનો સાથળના સ્નાયુઓનો દુખાવો ઓછો નથી થયો, જેને કારણે તે કાઉન્ટી સીઝનની બાકીની મૅચમાંથી બહાર થઈ ગયો છે. ૩૪ વર્ષનો ઉમેશ મિડલસેક્સની ટીમમાં હતો અને તેને ગ્લુસેસ્ટરશર સામેની મૅચ દરમ્યાન આ ઈજાની શરૂઆત થઈ હતી.

sports news sports cricket news sanju samson