ન્યૂઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો સ્પોર્ટ્સ સંબંધિત તમામ સમાચાર

09 May, 2021 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ બોર્ડેની આજ્ઞાનું પાલન કરતાં ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ-કૅપ્ટન અજિંક્ય રહાણે અને તેની પત્ની રાધિકાએ ગઈ કાલે વૅક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.

અજિંક્ય રહાણે અને તેની પત્ની રાધિકાએ ગઈ કાલે વૅક્સિનનો પહેલો ડોઝ લીધો હતો

અજિંક્ય રહાણે અને પત્નીએ લીધો વૅક્સિનનો પહેલો ડોઝ
ક્રિકેટ બોર્ડેની આજ્ઞાનું  પાલન કરતાં ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ-કૅપ્ટન અજિંક્ય રહાણે અને તેની પત્ની રાધિકાએ ગઈ કાલે વૅક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેણે લખ્યું હતું, ‘મેં અને પત્ની રાધિકાએ આજે વૅક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. ફક્ત અમે જ નહીં, આસપાસના લોકોને પણ વૅક્સિન અપાવી રહ્યાં છીએ. જેઓ પાત્ર છે એ બધાને હું આગ્રહ કરું છું કે તેઓ વૅક્સિન લઈ લે.’

કમબૅક માટે વજન ઓછું કરવું પડશે પૃથ્વી શૉએ
શાનદાર ફૉર્મ છતાં ઇંગ્લૅન્ડની ટૂરમાં સિલેક્ટ ન થતાં ઘણાને આશ્ચર્ય થયું હતું. એક અહેવાલ પ્રમાણે પૃથ્વીને તેના વધી ગયેલા વજનને લીધે સિલેક્ટ કરવામાં નથી આવ્યો. સિલેક્ટરોએ તેને જણાવી દીધું છે કે તું થોડું વજન ઓછું કરશે પછી જ તારો ટીમમાં કમબૅક માટે વિચાર કરવામાં આવશે. અહેવાલમાં ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું કે પૃથ્વી હજી ૨૧ વર્ષનો જ છે, મેદાનમાં તે ખૂબ ધીમો છે. તેણે થોડા કિલો વજન ઘટાડવું જરૂરી છે. ઑસ્ટ્રેલિયામાં ફીલ્ડિંગ દરમ્યાન તેની એકાગ્રતામાં પણ કમી હતી. તેની સામે રિષભ પંતનું બેસ્ટ ઉદાહરણ છે. જો પંત બદલાવ કરી શકે તો પૃથ્વી પણ કરી જ શકે.

મૅડ્રિડમાં નડાલ હાર્યો
૩૦ મેથી શરૂ થનારી ફ્રેન્ચ ઓપન માટે તૈયારી કરી રહેલા સ્પેનના રાફેલ નડાલને ગઈ કાલે મોટો આંચકો લાગ્યો હતો. હાલમાં ચાલી રહેલી મૅડ્રિડ ઓપનમાં મેન્સ સિંગલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં ટૉપ સીડેડ અને ફેવરિટ નડાલનો પાંચમા સીડેડ જર્મનીના ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ સામે ૪-૬, ૪-૬ એમ સીધા સેટમાં પરાજય થયો હતો. 

cricket news sports news ipl 2021