ગપ્ટિલે રોહિતનો રેકૉર્ડ તોડ્યો, પણ આજે ભારતીય કૅપ્ટન તેને ઓળંગી શકે

29 July, 2022 12:08 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આજે ભારતની વેસ્ટ ઇન્ડીઝ સામે પોર્ટ ઑફ સ્પેનના ટારોઉબામાં સિરીઝની પ્રથમ ટી૨૦ રમાશે અને એમાં રોહિતને ૨૧ રન બનાવીને ગપ્ટિલને ઓળંગવાનો મોકો છે

માર્ટિન ગપ્ટિલ

બુધવારે પહેલાં ટી૨૦ ઇન્ટરનેશનલ્સમાં ભારતીય કૅપ્ટન રોહિત શર્માના ૩૩૭૯ રન આ ફૉર્મેટના તમામ બૅટર્સમાં હાઇએસ્ટ હતા, પણ ન્યુ ઝીલૅન્ડના માર્ટિન ગપ્ટિલે સ્કૉટલૅન્ડ સામેની પ્રથમ ટી૨૦ મૅચમાં ૪૦ રન બનાવીને રોહિતનો વર્લ્ડ રેકૉર્ડ પાર કરી લીધો હતો. ગઈ કાલે માર્ટિનના નામે ૩૩૯૯ રન હતા. જોકે આજે ભારતની વેસ્ટ ઇન્ડીઝ સામે પોર્ટ ઑફ સ્પેનના ટારોઉબામાં સિરીઝની પ્રથમ ટી૨૦ રમાશે અને એમાં રોહિતને ૨૧ રન બનાવીને ગપ્ટિલને ઓળંગવાનો મોકો છે.

વધુ નવાઈની વાત એ છે કે આજે ન્યુ ઝીલૅન્ડની સ્કૉટલૅન્ડ સામે બીજી ટી૨૦ રમાશે એટલે એમાં સારું પર્ફોર્મ કરીને ગપ્ટિલ ટી૨૦ બૅટર્સ પોતાનું નંબર વન સ્થાન વધુ મજબૂત કરી શકે. ટૂંકમાં ગપ્ટિલ અને રોહિત વચ્ચે મોખરે રહેવા માટેની હરીફાઈ થતી જ રહેશે. વિરાટ કોહલી (૩૩૦૮ રન) ત્રીજા સ્થાને છે, પરંતુ તે અત્યારે બ્રેક પર છે.

sports news sports indian cricket team rohit sharma martin guptill