ફાઇનલ પહેલાં બે ટેસ્ટ-મૅચ રમવાને લીધે ન્યુ ઝીલૅન્ડને લાભ : ચેતેશ્વર પુજારા

14 June, 2021 03:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના ટેસ્ટ બૅટ્સમૅન ચેતેશ્વર પુજારાએ કહ્યું હતું કે ન્યુ ઝીલૅન્ડને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ પહેલાં બે ટેસ્ટ રમવાને લીધે ફાયદો થશે.

ચેતેશ્વર પુજારા

ભારતના ટેસ્ટ બૅટ્સમૅન ચેતેશ્વર પુજારાએ કહ્યું હતું કે ન્યુ ઝીલૅન્ડને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ પહેલાં બે ટેસ્ટ રમવાને લીધે ફાયદો થશે. પુજારાએ આ વાત ૧૮ એપ્રિલથી શરૂ થનારી ફાઇનલ પહેલાં કરી હતી. આ વર્ષની શરૂઆતમાં ભારતે બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ઑસ્ટ્રેલિયાને ૨-૧થી હરાવવામાં સફળતા મેળવી હતી. ત્યાર બાદ ઇંગ્લૅન્ડને ઘરઆંગણે ૩-૧થી હરાવીને ડબ્લ્યુટીસી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પુજારાએ કહ્યું હતું કે ‘હું માત્ર એક ફૉર્મેટમાં રમું છું. એનો અર્થ એવો છે કે અહીં સુધી પહોંચવા માટે મેં ઘણી મહેનત કરી છે. મને ​વિશ્વાસ છે કે તમામ ફાઇનલ રમવા માટે ઘણા ઉત્સુક છે. ફાઇનલમાં પહોંચવા માટે ટીમે બે વર્ષ સુધી ઘણી મહેનત કરી છે. અહીં અલગ-અલગ પરિસ્થિતિમાં રમવાનું કોઈ પણ બૅટ્સમૅન માટે પડકારજનક હોય છે. જો વરસાદ થાય તો તમે મેદાનની બહાર જતા રહો છો, પછી અચાનક વરસાદ બંધ થઈ જાય છે. તમારે ફરી શરૂ કરવું પડે છે. વચમાં બ્રૅક હોય છે, એથી માનસિક રીતે તમારે મજબૂત થવાની જરૂર છે. ન્યુ ઝીલૅન્ડને બે ટેસ્ટ રમવાનો લાભ થશે, પરંતુ તમે જાણો છે કે જ્યારે ફાઇનલની વાત આવે છે તો અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશું. અમે જાણીએ છીએ કે અમારી ટીમમાં ચૅમ્પિયનશિપ જીતવાની ક્ષમતા છે.  

cricket news sports news sports cheteshwar pujara