ન્યુ ઝીલૅન્ડે કર્યો શ્રીલંકાનો વાઇટવૉશ

09 January, 2019 08:20 AM IST  | 

ન્યુ ઝીલૅન્ડે કર્યો શ્રીલંકાનો વાઇટવૉશ

જીત બાદ ન્યૂઝીલેન્ડની ટીમ

નેલસનના હેક્સટોન ઓવલ મેદાનમાં ન્યુ ઝીલૅન્ડે રૉસ ટેલર અને હેનરી નિકોલ્સની સેન્ચુરીની મદદથી શ્રીલંકાને ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ૧૧૫ રનના પ્રભાવશાળી અંતરથી હરાવીને ૩-૦થી વાઇટવૉશ કર્યો હતો. ટૉસ જીતીને શ્રીલંકાએ પહેલાં બોલિંગ કરવાનું પસંદ કરતાં નાના ગ્રાઉન્ડનો ભરપૂર ફાયદો ઉઠાવીને નંબર ૪ રૉસ ટેલરે ૧૩૭ અને નંબર ૫ હેનરી નિકોલ્સ નૉટઆઉટ ૧૨૪ અને કૅપ્ટન કૅન વિલિયમસનના ૫૫ રનની મદદથી નર્ધિારિત ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૩૬૪ રન ખડકી દીધા હતા.

જવાબમાં સિરીઝ હારી ચૂકેલા શ્રીલંકાના ઓપનરોએ ૮.૧ ઓવરમાં ૬૬ રનની શરૂઆત અપાવી પણ એનો ફાયદો પછીના બૅટ્સમેનો ઉઠાવી ન શક્યા. ફરી એક વખત થિસારા પરેરા આક્રમક બૅટિંગ કરીને હાઇએસ્ટ ૮૦ રન બનાવી શક્યો હતો, પણ તેની સાથે કોઈએ મોટી પાર્ટનરશિપ કરી ન હતી. તેણે ૬૩ બૉલમાં ૭ ફોર અને ૩ સિક્સરની મદદથી ૮૦ રન બનાવ્યા હતા. લોકી ફગુર્સને ૮ ઓવરમાં ૪૦ રન આપીને ૪ અને ઇશ સોઢીએ ૮.૪ ઓવરમાં ૪૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી. શ્રીલંકાના નુવન પ્રદીપે પાંચ અને ન્યુ ઝીલૅન્ડના ટિમ સાઉધીએ ૪ વાઇડ બૉલ ફેંક્યા હતા.

 

new zealand sri lanka cricket news sports news