કાંગારૂ કૅપ્ટન ફિન્ચની ન્યુ ઝીલૅન્ડને જોરદાર ફટકાર

06 March, 2021 11:27 AM IST  |  Wellingto | Gujarati Mid-day Correspondent

કાંગારૂ કૅપ્ટન ફિન્ચની ન્યુ ઝીલૅન્ડને જોરદાર ફટકાર

ઍરોન ફિન્ચ

ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની પાંચ ટી૨૦ મૅચમાંની ચોથી મૅચ ઑસ્ટ્રેલિયાએ કૅપ્ટન ઍરોન ફિન્ચની અણનમ ૭૯ રનની ઇનિંગ્સને લીધે ૫૦ રનથી જીતી સિરીઝ ૨-૨ની બરાબરીએ લાવી દીધી હતી. પહેલાં બૅટિંગ કરતાં ઑસ્ટ્રેલિયાએ ૬ વિકેટે ૧૫૬ રન બનાવ્યા હતા જેની સામે ન્યુ ઝીલૅન્ડની આખી ટીમ ૧૮.૫ ઓવરમાં જ ૧૦૬ રને પૅવિલિયનભેગી થઈ ગઈ હતી. તેમના માત્ર ત્રણ પ્લેયર્સ બેઅંકી સ્કોર

સુધી પહોંચી શક્યા હતા. કિવી ટીમ વતી સૌથી વધારે ૩૦ રન કાઇલ જેમિસને બનાવ્યા હતા. બન્ને દેશો વચ્ચેનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો આવતી કાલે રમાશે.

ફિન્ચે પાંચ ચોગ્ગા અને ચાર સિક્સર ફટકારી કેટલાક રેકૉર્ડ પોતાના નામે કર્યા હતા. ચાર સિક્સર ફટકારીને તે ઑસ્ટ્રેલિયા વતી ૧૦૦ સિક્સર ફટકારનાર પહેલો ઑસ્ટ્રેલિયન ખેલાડી બન્યો હતો. આ ઉપરાંત ટી૨૦માં પોતાના દેશ માટે સૌથી વધારે રન બનાવનાર પ્લેયર તરીકે તેણે પોતાનું નામ નોંધાવ્યું હતું.

sports sports news cricket news t20 new zealand australia