ન્યુઝીલેન્ડે વર્લ્ડકપમાં પોતાના પ્રદર્શનથી ગર્વ થવો જોઇએ: ડેનિયલ વિટોરી

16 July, 2019 09:00 PM IST  |  Mumbai

ન્યુઝીલેન્ડે વર્લ્ડકપમાં પોતાના પ્રદર્શનથી ગર્વ થવો જોઇએ: ડેનિયલ વિટોરી

ડેનિયલ વિટ્ટોરી

Mumbai : વર્લ્ડ કપ 2019માં ન્યુઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ વર્લ્ડ કપની ટ્રોફી ઉચકી ન શક્યા. ન્યુઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપ 2015 બાદ 2019માં પણ રનર્સ અપ ટીમ રહી હતી. ત્યારે ન્યૂઝીલેન્ડના પૂર્વ સુકાની ડેનિયલ વિટોરીએ ટીમના ખેલાડીઓને અને ક્રિકેટ ચાહકોને સાંત્વના આપતા કહ્યું કે કે ટીમને વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શન પર ગર્વ હોવો જોઈએ અને આગળની મેચો માટે તેણે સકારાત્મક રૂપ લેવું જોઈએ. વિટોરીએ ICC માટે પોતાની કોલમમાં લખ્યું આ વર્લ્ડ કપ ફાઇનલમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ, બંન્ને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

બંને ટીમોએ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું
: વિટોરી
ડેનિયલ વિટોરીએ વધુમાં કહ્યું કે
, બંન્ને ટીમોએ વર્લ્ડ કપમાં અને ખાસ કરીને ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રત્યેક સમયે બંન્ને ટોપ પર હતી અને પછી તેણે તેને પોતાના નિયંત્રણમાં લીધી હતી. તેથી તમે આ મેચના ઘણા ભાગનું વિશ્લેષણ કરી શકો છો. વિટોરીએ આ સાથે કહ્યું, 'ન્યૂઝીલેન્ડના ખેલાડી ઘરે પરત ફરવા પર નિરાશ હશે.પણ ફાઇનલમાં તેણે જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે, તેને પર તેમને હંમેશા ગર્વ થવો જોઈએ.'

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

જિમી નીશમે શાનદાર પ્રદર્શન કર્યું
: વિટોરી
ન્યુઝીલેન્ડના પૂર્વ સુકાની ડેનિયલ વિટોરીએ પોતાની ટીમના ખેલાડીઓની પ્રશંસા કરતા કહ્યું
, 'જિમી નીશમે શાનદાર કામ કર્યું. લોકી ફર્ગ્યુસને પણ ધમાકેદાર વિકેટ ઝડપી હતી. ટોમ લાથમે બેટથી કમાલનું પ્રદર્શન કર્યું હતું. આ મેચથી નકારાત્મક વસ્તુ કરતા સકારાત્મક વાત વધુ છે.'

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

વિટોરીએ વિશ્વ વિજેતા ટીમ ઈંગ્લેન્ડની પણ પ્રશંસા કરી હતી. તેણે ઇંગ્લેન્ડની પ્રશંસા કરતા કહ્યું કે
, આ ટીમે સ્થાનીક દર્શકો સામે દવાણમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. તેણે કહ્યું, 'ઈંગ્લેન્ડે ત્રણ અન્ય સેમી ફાઇનલિસ્ટ ટીમને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ રીતે તમે તેના પ્રદર્શનને નબળુ ન આંકી શકો.'

cricket news new zealand