બીજી ટેસ્ટ મૅચમાં ટ્રેન્ટ બોલ્ટ ન રમે એવી સંભાવના

26 November, 2019 08:40 PM IST  |  Mumbai

બીજી ટેસ્ટ મૅચમાં ટ્રેન્ટ બોલ્ટ ન રમે એવી સંભાવના

ટ્રેન્ટ બોલ્ટ (PC : Sky Sports)

ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટ મૅચ જીતી લીધા બાદ 29 નવેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટ મૅચમાં ન્યુઝીલેન્ડના સ્ટાર બોલર ટ્રેન્ટ બોલ્ટ ન રમે એવી સંભાવના જોવા મળી રહી છે. પહેલી ટેસ્ટ મૅચના છેલ્લા દિવસે તેની જમણી બાજુની પાંસળીમાં દુખાવો શરૂ થયો હતો. જોકે પાંચમા દિવસે તે માત્ર એક ઓવર નાખીને મેદાનની બહાર જતો રહ્યો હતો. ન્યુઝીલૅન્ડ ક્રિકેટે જણાવ્યા પ્રમાણે બોલ્ટનું એમઆરઆઇ સ્કૅન કરાવવામાં આવશે. જો આ પ્લેયર બીજી ટેસ્ટ મૅચમાં નહીં રમી શકે તો તેના સ્થાને લોકી ફર્ગ્યુસન અથ‍વા તો મૅટ હેનરીને તક આપવામાં આવશે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

ન્યુઝીલેન્ડે પહેલી ટેસ્ટ ઇનીંગ અને 65 રને જીતી
આ પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે ઓવલ ખાતે શાનદાર પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડને પહેલી ટેસ્ટમાં એક ઇનિંગ્સ અને 65 રને માત આપી શાનદાર શરૂઆત કરી હતી. આ સાથે જ યજમાન ટીમે બે ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 55 રનમાં 3 વિકેટના સ્કોરથી અંતિમ દિવસની શરૂઆત કરનાર ઇંગ્લિશ ટીમ 197 રનમાં ઓલઆઉટ થઇ હતી. કિવિઝ માટે ફાસ્ટ બોલર નીલ વેગનરે 44 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

cricket news new zealand england