ઑસ્ટ્રેલિયાથી રિટર્ન થયા બાદ ન્યુ ઝીલૅન્ડ પ્લેયર્સ સેલ્ફ આઇસોલેશનમાં

20 March, 2020 12:40 PM IST  |  Wellington | Agencies

ઑસ્ટ્રેલિયાથી રિટર્ન થયા બાદ ન્યુ ઝીલૅન્ડ પ્લેયર્સ સેલ્ફ આઇસોલેશનમાં

ન્યુ ઝીલૅન્ડ પ્લેયર્સ

ઑસ્ટ્રેલિયાથી પરત ફરેલી ન્યુ ઝીલૅન્ડની ટીમ ગયા અઠવાડિયે પોતાના વતન પહોંચી ગઈ હતી જેના બાદ તેમને અને તેમના સપોર્ટ સ્ટાફને ફરજિયાત ૧૪ દિવસના સેલ્ફ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ તેમ જ ન્યુ ઝીલૅન્ડના વડા પ્રધાન જેસિન્ડા એર્ડેન્સે આ વાતની જાણકારી આપી છે. ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે કહ્યું કે ‘દરેક પ્લેયર અને સપોર્ટ સ્ટાફને સેલ્ફ આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા છે. અમે સેલ્ફ આઇસોલેશનને લગતી તમામ માહિતી તેમને મોકલી આપી છે અને જ્યાં સુધી અમને લાગે છે ત્યાં સુધી તેઓ એ નિયમોનું કડક પાલન કરશે.’

ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ત્રણ ટી૨૦ મૅચ ૨૪-૨૯ માર્ચ દરમ્યાન રમાવાની હતી જેને કોરોના વાઇરસને લીધે પોસ્ટપોન્ડ કરવામાં આવી છે.

new zealand cricket news sports news coronavirus covid19 australia