ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે વિટ્ટોરીના સન્માનમાં 11 નંબરની જર્સી નિવૃત ક

05 August, 2019 08:10 PM IST  |  Mumbai

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે વિટ્ટોરીના સન્માનમાં 11 નંબરની જર્સી નિવૃત ક

ડેનિયલ વિટ્ટોરી

Mumbai : છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ વિશ્વચમાં એક ચલણ શરૂ થઇ ગયું છે કે દિગ્ગજ ક્રિકેટની નિવૃતી બાદ ક્રિકેટ બોર્ડ પણ તેની જર્સી નંબરને નિવૃતી આપે છે. જેથી તે નંબર અન્ય કોઇ ખેલાડીને ફાળવી ન શકાય. ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સોમવારે જાહેરાત કરી હતી કે તેણે પૂર્વ સુકાની ડેનિયલ વિટ્ટોરીના સન્માનમાં તેની જર્સી નંબર 11ને નિવૃત્તિ આપી છે. વિટ્ટોરી સિવાય બોર્ડે જાહેર કર્યું છે કે જેટલા પણ ખેલાડીઓએ કિવિઝ માટે 200થી વધુ વનડે રમ્યા છે તે તમામની જર્સીને નિવૃત કરવામાં આવશે. બોર્ડે ટ્વીટ કરતા કે, ખેલાડીઓ જેમણે ન્યૂઝીલેન્ડ માટે 200થી વધુ વન ડે રમી છે તે તમામની જર્સીને રિટાયર કરવામાં આવશે. વિટ્ટોરી બ્લેકકેપ્સ માટે સૌથી વધુ 291 વનડે રમ્યો હતો.



વિટ્ટોરીએ 305 વનડે વિકેટ અને 362 ટેસ્ટ વિકેટ ઝડપી છે
ડેનિયલ વિટ્ટોરીએ 291 વનડેમાં 305 વિકેટ અને 113 ટેસ્ટમાં 362 વિકેટ લીધી હતી. તેણે વનડેમાં 4 ફિફટી મારી હતી અને 2253 રન કર્યા હતા. જ્યારે ટેસ્ટમાં તેણે 6 સદી અને 23 અર્ધસદી ફટકારતા 4531 રન કર્યા હતા.



આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

તે
2007થી 2011 દરમિયાન કિવિઝનો સુકાની હતો. કિવિઝ 14 ઓગસ્ટથી શ્રીલંકા વિરુદ્ધની ટેસ્ટ મેચથી પોતાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અભિયાનની શરૂઆત કરશે. તેમણે પોતાના ખેલાડીઓની નામ અને નંબરવાળી જર્સી પણ રજૂ કરી હતી.

cricket news sports news new zealand