આજે ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડની ટક્કરથી નક્કી થશે સુપર 8ના ગ્રુપ ટૂની નંબર વન ટીમ

27 February, 2026 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

T20 વર્લ્ડ કપમાં સામસામે ૭ વખત રમ્યા છે એમાંથી અંગ્રેજો ૪ અને કિવીઓ ૩ મૅચ જીત્યા છે

ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન

આજે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ પોતાની સુપર 8 રાઉન્ડની અંતિમ મૅચ રમવા ઊતરશે. ઇંગ્લૅન્ડની ટીમ પહેલાંથી જ સેમી-ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ ચૂકી છે. આજે ન્યુ ઝીલૅન્ડ પણ જીત સાથે સેમી-ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા ઊતરશે. ન્યુ ઝીલૅન્ડની હારથી પાકિસ્તાનને આવતી કાલે શ્રીલંકા સામેની મૅચ જીતીને અને નેટ રનરેટ
સુધારીને સેમી-ફાઇનલમાં એન્ટ્રીની તક મળી શકે છે.

આજની આ ટક્કર એક રીતે સુપર 8 ગ્રુપ-ટૂની નંબર વન ટીમ બનવા માટે પણ છે. બન્ને ટીમ વચ્ચે ૨૦૦૭થી ૨૦૨૨ વચ્ચે T20 વર્લ્ડ કપમાં ૭ મૅચ રમાઈ છે. એમાંથી અંગ્રેજ ટીમ ૪ મૅચ અને કિવીઓ ૩ મૅચ જીત્યા છે. T20 ફૉર્મેટમાં સામસામે બન્નેની ૩૦ મૅચ રમાઈ છે એમાંથી ઇંગ્લૅન્ડ ૧૭ મૅચ અને ન્યુ ઝીલૅન્ડ ૧૦ મૅચમાં વિજેતા રહી છે. બન્ને વચ્ચેની ૩ મૅચ નો-રિઝલ્ટ રહી છે.

સુપર 8 ગ્રુપ ટૂનું પૉઇન્ટ-ટેબલ 

ટીમ

મૅચ

જીત

હાર

નો-રિઝસ્ટ

પૉઇન્ટ

નેટ રનરેટ

ઇંગ્લૅન્ડ

+૧.૪૯૧

ન્યુ ઝીલૅન્ડ

+૩.૦૫૦

પાકિસ્તાન

-૦.૪૬૧

શ્રીલંકા

-૨.૮૦૦

શ્રીલંકાના કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ન્યુ ઝીલૅન્ડ ૪ T20માંથી ૩ મૅચ જીત્યું છે, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી છે. ઇંગ્લૅન્ડ અહીં ૩ મૅચ રમ્યું છે એમાંથી બે જીત અને ૧ હાર મળી છે. કોલંબોમાં આ બન્ને ટીમની સામસામેની પહેલી જ ઇન્ટરનૅશનલ મૅચ બનશે. 

t20 world cup england new zealand sports news sports cricket news