ભૂતપૂર્વ ​ભારતીય ખેલાડીએ સ્ટોક્સ સાથે કરી સર જાડેજાની સરખામણી

01 January, 2021 12:25 PM IST  |  New Delhi | Agency

ભૂતપૂર્વ ​ભારતીય ખેલાડીએ સ્ટોક્સ સાથે કરી સર જાડેજાની સરખામણી

રવીન્દ્ર જાડેજા

ઇન્ડિયન ટીમના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટીમને બીજી ટેસ્ટ મૅચ જિતાડવા માટે અગત્યની ભૂમિકા ભજવી હતી. ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન દીપ દાસગુપ્તાએ જાડેજનાં વખાણ કરતાં તેની સરખામણી ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ સાથે કરી છે અને બન્ને પ્લેયરોને એક જ શ્રેણીના ગણાવ્યા છે.

દીપ દાસગુપ્તાએ કહ્યું કે ‘અત્યાર સુધી તેણે જે બૅટિંગ કરી છે એ ખરેખર તેને બેન સ્ટોક્સની શ્રેણીમાં સ્થાન અપાવે છે. આઇપીએલ દરમ્યાન મેં કહ્યું હતું કે ચેન્નઈ માટે શા માટે તે ચોથા નંબરે આવીને બૅટિંગ નથી કરતો. સ્થાનિક ક્રિકેટમાં તેણે અનેક વાર ટ્રિપલ સેન્ચુરી બનાવી છે, જે સરળ નથી. સૌરાષ્ટ્ર માટે તે ચોથા નંબરે આવીને બૅટિંગ કરે છે અને ટીમ ઇન્ડિયા માટે સાતમા અને આઠમા ક્રમે. ઘણી વાર તો મને લાગે છે કે તે પોતાની બૅટિંગને ગંભીરતાથી નથી લઈ રહ્યો. ૨૦૧૭માં જ્યારે તેને ડ્રૉપ કરવામાં આવ્યો હતો ત્યારે તેણે ટીમને સંકેત આપ્યો હતો કે તે પોતાને ટીમ માટે માત્ર બૅટિંગમાં જ નહીં, બોલિંગમાં પણ ઉપયોગી બનાવી શકે છે. તેણે હંમેશાં બૅટિંગથી પોતાની સ્કિલ દર્શાવી છે, પણ ખરાબ શૉટ રમીને તે આઉટ થઈ જતો હતો. હવે તે પોતાની વિકેટની કિંમત સમજે છે અને એક બૅટ્સમૅનની જેમ વિચારીને આગળ વધે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેની બૅટિંગમાં આવેલા સુધારાને લીધે તેને આઉટ કરવો મુશ્કેલ થઈ પડે છે.’

ravindra jadeja cricket news sports news ben stokes