ટેસ્ટ-ક્રિકેટને ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી જેવી સિરીઝની જરૂર હતી

05 August, 2025 10:01 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ટીમ ઇન્ડિયા સામે પાંચ મૅચની રેકૉર્ડબ્રેક સિરીઝ જોઈને ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેન કહે છે...

નાસિર હુસેન

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેને ઇંગ્લૅન્ડ-ભારત વચ્ચેની શાનદાર ટેસ્ટ-સિરીઝ જોઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ‘ટીમો વચ્ચેની સ્પર્ધાએ આ સિરીઝને વધુ જોવાલાયક બનાવી છે. ટીવી પર એ શાનદાર રહી છે. જ્યારે તમે કોઈ સિરીઝ શરૂ કરો છો ત્યારે ક્યારેક એ થોડી એકતરફી અને નિરાશાજનક હોઈ શકે છે, પરંતુ આવી સિરીઝ નિરાશ કરતી નથી અને મને લાગે છે કે ટેસ્ટ-ક્રિકેટને આવી સિરીઝની જરૂર હતી. મેં આ ટેસ્ટ-સિરીઝની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે.’

વર્તમાન સિરીઝમાં હાઇએસ્ટ ૨૧ સદી સહિત ૫૦ વખતના ફિફ્ટી+ સ્કોરના વિશ્વરેકૉર્ડની બરાબરી થઈ હતી.

19

આટલી હાઇએસ્ટ ૧૦૦+ રનની ભાગીદારી મામલે વર્ષ ૧૯૫૭-’૫૮ના પાકિસ્તાન-વેસ્ટ ઇન્ડીઝ અને વર્ષ ૧૯૬૭-’૬૮ના ઇંગ્લૅન્ડ-વેસ્ટ ઇન્ડીઝની સિરીઝના રેકૉર્ડની બરાબરી થઈ.

14

આટલા ૩૦૦+ રનના સ્કોર સાથે આ સિરીઝે વર્ષ ૧૯૨૮-’૨૯ની ઍશિઝ ટેસ્ટ-સિરીઝની બરાબરી કરી.

9

આટલા હાઇએસ્ટ બૅટર્સે આ ટેસ્ટ-સિરીઝમાં ૪૦૦+ રન કરવાનો રેકૉર્ડ કર્યો.

india england test cricket cricket news indian cricket team sports news sports