નરેન્દ્ર મોદીએ કૅપ્ટન વિરાટ કોહલીને પૂછયું આ યો-યો ટેસ્ટ શું હોય છે?

25 September, 2020 02:06 PM IST  |  New Delhi | Agencies

નરેન્દ્ર મોદીએ કૅપ્ટન વિરાટ કોહલીને પૂછયું આ યો-યો ટેસ્ટ શું હોય છે?

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘ફિટ ઇન્ડિયા મોમેન્ટ’ને એક વર્ષ થતાં તેમણે દેશભરના ફિટનેસ એક્સપર્ટ અને ફિટનેસ માટે સતત જાગરૂક રહેતા લોકો સાથે ચર્ચા કરી હતી જેમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીનો પણ સમાવેશ થયો હતો. આ ચર્ચામાં વડાપ્રધાને કોહલીને યો-યો ટેસ્ટ વિશે અને તેના મહત્ત્વ વિશે પૂછ્યું હતું. મોદીએ પ્રશ્ન કર્યો કે ‘પાછલાં કેટલાક દિવસોમાં મેં સાંભળ્યું છે કે ટીમ માટે યો-યો ટેસ્ટ કરાવવી જરૂરી છે, શું છે આ ટેસ્ટ?’ મોદીના પ્રશ્નનો ઉત્તર આપતાં વિરાટે કહ્યું કે ‘ફિટનેસના દૃષ્ટિકોણથી આ ટેસ્ટ ઘણી મહત્ત્વની છે. જો આપણે ગ્લોબલ ફિટનેસ લેવલની વાત કરીએ તો બીજી ટીમોની સરખામણીમાં આપણી ફિટનેસ લેવલ ઘણી ઓછી છે અને અમે એ લેવલ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે જે પાયાની જરૂરિયાત છે.’

virat kohli narendra modi